ADVERTISEMENT
ADVERTISEMENT

ભારતીય ફિલ્મોમાં વીએફએકસનો ઉપયોગ વધ્યો પણ બજેટ મોટો પડકાર બન્યો

એક જમાનો હતો જયારે ફિલ્મોમાં પરદા પર ચમત્કાર કે અસાધારણ સીન દેખાડવા માટે ટ્રીક ફોટોગ્રાફીનો સહારો લેવાતો હતો. બાબુભાઈ મીસ્ત્રીએ જમાનામાં આ કલાના માહિર હતા. આજે પરદા પર વીએફએકસની મદદથી ચમત્કારો સર્જાય છે. પરદા પર વીએફએકસનો ઉપયોગ હોલિવુડથી શરૂ થયો છે.

આજે સાઉથ અને બોલિવુડની ફિલ્મોમાં ઈફેકટ લાવવા માટે વીએફએકસ અનિવાર્ય બન્યું છે.

જોકે વીએફએકસ મોંઘુ હોવાથી એક પડકાર બન્યું છે. આ ક્ષેત્રના નિષ્ણાંતો કહે છે-ઓડિયન્સ હોલિવુડ લેવલની વીએફએકસ કવોલિટીની અપેક્ષા રાખે છે અને તે પણ લિમીટેડ બજેટમાં.

બોલીવુડની તાજેતરની ફિલ્મોમાં એકશન સિકવીન્સીઝ, વોર સીનમાં વીએફએકસનો ભારે ઉપયોગ થયો છે. ‘ફાઈટર’, ‘બડે મિયા છોટે મિયા’, ‘ચંદુ ચેમ્પિયન’ અને ‘એનિમલ’માં વીએફએકસના દ્દશ્યોએ દર્શકોને આકર્ષ્યા હતા. વીએફએકસ કંપનીમાં કોમ્પ્યુટર ગ્રાફિકસના વડા નીલેશ ગાંર કે જેમાં ‘આરઆરઆર’માં કામ કર્યુ છે.

તેઓ કહે છે-રથના દ્દશ્યો માટે અમે બે જીવંત ઘોડા સાથે શુટીંગ કર્યુ હતું અને બીજા બે કોમ્પ્યુટર ગ્રાફિક ઘોડા પાછળથી ઉમેરવામાં આવ્યા હતા. જયારે તે સંપૂર્ણ રીતે કોમ્પ્યુટર ગ્રાફિક હોય ત્યારે તે તુલનાત્મક રીતે સરળ છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

વીએફએકસ કંપનીના પ્રોડકશન હેડ એન.વિનોદ ગણેશ કહે છે કે તેમણે ‘ભોલા’ અને ‘એનિમલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેઓ કહે છે- અમે ઝડપી બાઈક અને ટ્રકનો પીછો અને વિસ્ફોટક લડાઈના દ્દશ્યો બનાવ્યા છે.

લિમિટેડ બજેટ, ટાઈટ ડેડલાઈન અને યુનિક એકશન સિકવન્સીઝ
એનિમલના મશીન ગનના દ્દશ્યે લોકોનું ઘણું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ પડદા પાછળ વીએફએકસ ટીમે કામને વાસ્તવિક લાગે તે માટે સતત કામ કર્યુ હતું. આ પહેલીવાર હતું તો આટલા મોટા હથિયારની ડિઝાઈન કરી રહ્યા હતા. તેમ ગણેશે જણાવ્યું હતું.

નીલેષ જણાવે છે કે હોલિવુડના સ્તરની સિકવન્સને રજૂ કરવામાં ભારતીય વીએફએકસ ટીમોને સૌથી વધારે પડકાર બજેટની મર્યાદાઓનો છે. ગ્રાહકો હોલિવુડની સ્તરની ગુણવત્તાનો આગ્રહ રાખે છે પણ તેમનું બજેટ મર્યાદિત હોય છે. વળી પાછું ચુસ્ત સમયમર્યાદામાં કામ પુરૂ કરવાનું હોય છે.

ADVERTISEMENT
ADVERTISEMENT