વિકી કૌશલ અને રશ્મિકા મંદન્નાએ 700 ડાન્સર્સ સાથે ગીતનું શુટિંગ કર્યુ

વિકી કૌશલ ફિલ્મોમાં તેનાં બહુમુખી અભિનય માટે જાણીતાં છે. આજકાલ તે પોતાની ફિલ્મ છાવાનું શૂટિંગ કરી રહ્યાં છે. આ ફિલ્મ માટે હાલમાં જ એક ગીત શૂટ કરવામાં આવ્યું હોવાનાં અહેવાલ છે. રસપ્રદ વાત એ છે કે આ ગીતમાં 700 બેકગ્રાઉન્ડ ડાન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ ગીતનું શૂટિંગ મુંબઈનાં રાયગઢ કિલ્લામાં કરવામાં આવ્યું છે.

તેનું શૂટિંગ ચાર દિવસ સુધી ચાલ્યું હતું. આ ગીતમાં, છત્રપતિ સંભાજી મહારાજનો રાજ્યાભિષેક કરવામાં આવી રહ્યો છે, જે વાર્તાનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

16 જાન્યુઆરી 1681 ના રોજ રાયગઢ કિલ્લામાં છત્રપતિ સંભાજી મહારાજનો રાજ્યાભિષેક થયો હતો. સંશોધન દરમિયાન જાણવા મળ્યું કે લંડનનાં એક અખબારે આ રાજ્યાભિષેકના સમાચારને ખૂબ જ શાનદાર રીતે કવર કર્યા હતાં.

આ ગીતમાં વિકી કૌશલ યજ્ઞ કરી રહ્યો છે, જ્યારે સંભાજીની પત્ની યેસુબાઈની ભૂમિકા ભજવી રહેલી રશ્મિકા મંદન્ના તેમનો રાજ્યાભિષેક કરતી જોવા મળશે. આ સીનને વધુ ભવ્ય બનાવવા માટે આ પ્રકારનું સેટઅપ તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીત એઆર રહેમાને કમ્પોઝ કર્યું છે.

આ ગીત પરંપરાગત મરાઠી સંગીતથી પ્રેરિત છે જે તે સમયની વાર્તાને વધુ સારી રીતે જણાવશે. વિકી અને રશ્મિકા ઉપરાંત અભિનેતા અક્ષય ખન્ના આ ફિલ્મમાં મુગલ બાદશાહ ઔરંગઝેબના રોલમાં જોવા મળશે. છાવા એક ઐતિહાસિક નાટક છે જે લેખક શિવાજી સાવંતની નવલકથા છાવા પર આધારિત છે.