ADVERTISEMENT
ADVERTISEMENT

શ્રદ્ધા કપૂરે ઈનકાર કરતાં તૃપ્તિને બિગ બજેટ ફિલ્મ મળી

શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘સ્ત્રી 2’ને મોટી સફળતા મળી, શ્રદ્ધા બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. 600 કરોડની કમાણીને પાર કરનાર બોલિવૂડની પહેલી ફિલ્મ બની ગઈ છે. શ્રદ્ધાનો અભિનય લોકોને એટલો પસંદ પડ્યો છે કે હવે તેની ગણતરી ઇન્ડસ્ટ્રની ટોચની એક્ટ્રેસમાં થવા લાગી છે. પરંતુ ઘણા લોકોને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે શ્રદ્ધા રાજકુમાર રાવ સાથેની એક મોટી ફિલ્મ સહેજ માટે ચૂકી ગઈ છે.

શ્રદ્ધા કપૂરે ઈનકાર કરતાં તૃપ્તિને બિગ બજેટ ફિલ્મ મળી

‘વિકી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો’માં અગાઉ શ્રદ્ધા કપૂરને કાસ્ટ કરવાવાની હતી. રાજ શાંડિલ્યની પહેલી પસંદ શ્રદ્ધા હતી. પરંતુ પછી આ ફિલ્મ તૃપ્તિને મળી ગઈ હતી, કારણ કે શ્રદ્ધાએ પહેલાં બંને હોરર કોમેડી ‘સ્ત્રી’ અને ‘સ્ત્રી 2’માં રાજકુમાર સાથે કામ કર્યું છે. પરંતુ પછી શ્રદ્ધા આ ફિલ્મના પ્રમોશનમાં એટલી વ્યસ્ત હતી કે ટૂંક સમયમાં જ પોતાના અભિનયથી ડિરેક્ટર્સને પ્રભાવિત કરનાર તૃપ્તિ ડિમરી પર પસંદ ઉતારવામાં આવી. ‘એનિમલ’ની સફળતા પછી તૃપ્તિ રાતોરાત લોકપ્રિય થઈ ગઈ હતી. તેથી રાજ શાંડિલ્યને પણ લાગ્યું કે, તેમની ફિલ્મ માટે તૃપ્તિ વધુ સારો વિકલ્પ બની શકે છે. રાજ શાંડિલ્યએ તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પણ જણાવ્યું હતું કે તેમની પહેલી પસંદ શ્રદ્ધા કપૂર હતી. હવે ‘વિકી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો’ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ રહી છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT