ADVERTISEMENT
ADVERTISEMENT

Kick 2: ‘સિકંદર’ ના સેટ પર સલમાન ખાને ફિલ્મ ‘કિક 2’ ની જાહેરાત, કેન્ડિડ ફોટોમાં જોવા મળ્યા

બોલિવૂડ એક્ટર સલમાન ખાન હાલ આગામી ફિલ્મ સિકંદર ની શૂટિંગમાં વ્યસ્ત છે. ત્યારે સલમાન ખાને તેમના ચાહકોને વધુ એક સારા સમાચાર આપ્યા છે. હવે તેઓ કિકની સિક્વલમં ફરી એકવાર તેમનો કમાલ બતાવવા આવી રહ્યા છે.

કિક 2 ની જાહેરાત સાથે સલમાન ખાનનો કેન્ડિડ ફોટો શેર કર્યો

ફિલ્મ કિક 2 ની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી છે.

નિર્માતા સાજિદ નડિયાદવાળાએ આ સમાચારની સાથે સુપરસ્ટાર સલમાન ખાનનો એક કેન્ડિડ ફોટો શેર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર કિક 2 ની જાહેરાત કરતાં જણાવ્યું કે આ એક શાનદાર કિક 2 ફોટો શુટ હતું સિકંદર .. ગ્રેંડ સાજિદ નડિયાદવાલા તરફથી.

ADVERTISEMENT
ADVERTISEMENT

એક દાયકા બાદ સાથે સાજિદ નડિયાદવાળા અને સલમાન ખાન

સિકંદરની સાથે સાજિદ નડિયાદવાળા અને સલમાન ખાન એક દાયકા બાદ ફરી સાથે જોવા મળી રહ્યા છે. હવે તેઓ કિક 2 માં પણ સાથે જોવા મળશે. સલમાનની કિક વર્ષ 2014 માં આવી હતી. દર્શકોએ આ ફિલ્મને ખૂબ પસંદ કરી હતી. આ સાથે આ એવી પહેલી ફિલ્મ બની હતી જેણે કમાણીમાં 200 કરોડના આંકડાને પાર કર્યો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT