મલયાલમ એક્ટર મોહન રાજનું 70 વર્ષની વયે થયું નિધન, વિલનની ભૂમિકા ભજવીને બન્યા હતા લોકપ્રિય

પીઢ અભિનેતા મોહન રાજ, જેઓ તેમના સ્ટેજ નામ ‘કીરીદમ જોસ’થી વધુ જાણીતા છે, તેમનું 3 ઓક્ટોબરના રોજ 70 વર્ષની વયે અવસાન થયું છે. મોહન રાજના નિધનથી દક્ષિણ ભારતીય સિનેમામાં હંમેશા ખોટ વર્તાશે. તેઓ મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં તેમના કામ માટે જાણીતા હતા. તેમના અંતિમ સંસ્કાર શુક્રવાર, 4 ઓક્ટોબરે કેરળમાં કરવામાં આવશે.

વિલનના રોલમાં ઉપલબ્ધિ મળી

તેઓ લાંબા સમયથી પાર્કિન્સન રોગ અને ડાયાબિટીસથી પીડિત હતા. તેમની તિરુવનંતપુરમ્ થી આયુર્વેદિક સારવાર ચાલી રહી હતી. ત્રણ દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં, મોહન રાજે 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ તેમને વિલનના રોલથી ખાસ ઓળખ મળી. ઉપુકંદમ બ્રધર્સ, ચૈનકોલ, આરામ થમપુરન અને નરસિમ્હામમાં તેમની ભૂમિકા માટે તેમને હજુ પણ યાદ કરવામાં આવે છે. મોહન રાજને તેના મજબૂત અવાજ અને અભિવ્યક્તિને કારણે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં વિલનનો રોલ મળતો હતો અને તેઓ તેમાં ખૂબ જ સફળ રહ્યા હતા.

દિનેશ પણિકરે શોક વ્યક્ત કર્યો

અભિનેતા અને દિગ્દર્શક દિનેશ પણિકર મોહન રાજના નિધનના સમાચાર સોશિયલ મીડિયા પર શેર કર્યા અને પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે મોહન રાજનું તેમના ઘરે બપોરે 3 વાગ્યાની આસપાસ અવસાન થયું હતું અને તેમના અંતિમ સંસ્કાર બીજા દિવસે તિરુવનંતપુરમમાં કરવામાં આવશે. ઘોષણા બાદ, સાથી કલાકારો, ફિલ્મ નિર્માતાઓ અને ચાહકો તરફથી શોકની લાગણી વરસી હતી. બધાએ સિનેમામાં તેમના યોગદાનને યાદ કર્યું.

સેનામાં પણ કામ કર્યું

મોહન રાજનો જન્મ કેરળમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમણે ઇકોનોમિક્સમાંથી સ્નાતક થયા, ત્યારબાદ તેઓ 20 વર્ષની વયે ભારતીય સેનામાં જોડાયા. જોકે, પગમાં ઈજાના કારણે તેમને સેનાનું કામ છોડવું પડ્યું. આ પછી તેણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી અને ED માટે કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 1988માં તેને મલયાલમ ફિલ્મ ‘મૂનમ મુરા’થી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું.