નવરાત્રિમાં દરેક છોકરીને આજે કયા ચણિયાચોળીને કઈ રીતે પહેરવા અને તેમાં નવો લૂક કઈ રીતે મેળવવો એ સમસ્યા દરરોજ સતાવે છે, ત્યારે કેટલીક ક્વિક સ્ટાઇલ અને કોમ્બિનેશનની ટીપ્સ અનન્યા પાસેથી મેળવી શકાય છે.
તાજેતરમાં જ અનન્યા પાંડેએ એક સિમ્પલ, પણ દરેક છોકરીને ગમે તેવી ફ્યુઝન સ્ટાઇલમાં ફોટો શેર કર્યા હતા, જે નવરાત્રિ 2024 માટે ઉપયોગી થઈ શકે છે.
સાથે તમે ઇન્ડો વેસ્ટર્ન કે ફ્યુઝન થીમ માટે અપસાઇકલ ફેશન સાથે પણ પર્ફેક્ટ લૂક મેળવી શકો છો.
તેણે ગ્રીન અને બ્લૅક ડ્રેસમાં ગોલ્ડન ટચ સાથેની તસવીરો શેર કરી હતી. જેમાં તેણે બ્લેક ટોપ સાથે લોંગ ગ્રીન બ્રોકેડ સ્કર્ટ પહેયું હતું. તેના પર બારીક ગોલ્ડન એમ્બ્રોઈડરી પણ કરેલી હતી. તમે પણ કોઈ પણ પ્લેઇન ટીશર્ટ સાથે આ રીતે તમારા મમ્મી કે દાદીની જૂની બ્રોકેડ સાડીમાંથી પણ આ પ્રકારનું સ્કર્ટ બનાવડાવીને પહેરી શકો છો. સાથે તેણે જ્વેલરીમાં પણ ફ્યુઝન કરીને ગોલ્ડન અને સિલ્વર એમ ડ્યુઅલ ટોનવાળી જડતર, પોલકી અને કુંદનનું એક શોર્ટ નેકલેસ અને એક લાંબો હાર પહેર્યો હતો. તેમાં તેણે રૂબી અને માણેકનું કોમ્બિનેશન કરીને ટ્રેડિશનલ ટચ પણ આયો હતો. જ્યારે ઇઅરિંગ્ઝમાં રૂબીવાળા ટોપ્સ અને હાથમાં આવી જ રુબીની રિંગ સાથે ટ્રેડિશનલ ટચ આપ્યો હતો. તેણે હાથ અને કાનમાં મિનિમલ જ્વેલરી પહેરી હતી. મેકઅપ ન્યુટ્રલ રાખીને તેણે આઉટફિટને મહત્વ આપ્યું હતું, તો બિંદી લગાવીને લૂકને વધુ ઇન્ડિયન ટચ આપ્યો હતો.
આમ આ પ્રકારના લૂક માટે તૈયાર થવામાં ઓઢણીની પાટલી અને પીનની ઝંઝટમાંથી છૂટકારો મળવાની સાથે તમે વધુ કમ્ફર્ટેબલી ગરબા પણ રમી શકો છો. તો આ લૂક તમારો પણ 2024ની નવરાત્રિનો ફેવરિટ લૂક બની શકે છે.