કેટરીના કૈફ બોલિવૂડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે. એક્ટ્રેસ છેલ્લાં ઘણાં સમયથી લાઇમલાઇટથી દૂર રહે છે. તેમ છતાં ફેન્સની નજરોમાં અનેકવાર આવી જાય છે. લેટેસ્ટમાં કેટરીના કૈફ મુંબઈનાં કલીના એરપોર્ટ પર જોવા મળી. આ સમયે દર વખતની જેમ મસ્ત અંદાજમાં જોવા મળી. કેટરીના અન્ય બોલિવૂડ સ્ટાર્સની સાથે નવરાત્રી ઇવેન્ટમાં શામેલ થવા માટે કેરલા જવાનાં માટે રવાના થઈ હતી.
આ દરમિયાન કેટરીના કૈફે ડિઝાઇનર તરુણ તહિલિયાની ખૂબસુરત નારંગી સાડી પહેરી હતી જેમાં એક્ટ્રેસ મસ્ત લાગી રહી હતી. કેટરીના એનાં જબરજસ્ત લુક્સ માટે હંમેશા લાઇમલાઇટમાં રહેતી હોય છે. જો કે આ વખતે ચર્ચામાં રહેવા પાછળનું કારણ અલગ છે.
કલીના એરપોર્ટ બહાર નજરે પડેલી કેટરીના કૈફનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. જો કે આ વીડિયો જોઈને કેટલાક લોકો વખાણ કરી રહ્યાં છે તો અનેક લોકોએ વિક્કી કૌશલને ટેગ કરતાં પૂછ્યું કે, કેટરીના કૈફને શું થયું? એક્ટ્રેસનાં હાથમાં લાગેલાં બ્લેક પેચને અનેક લોકો ડાયાબિટીસને ટ્રેક કરતાં પેચ સાથે જોવા મળી રહી છે.