Stree 2 બાદ આ ફિલ્મોથી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે શ્રદ્ધા કપૂર

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ ‘સ્ત્રી 2’ની સફળતાનો આનંદ માણી રહી છે. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. ફિલ્મે 11 દિવસમાં જંગી કમાણી કરી લીધી છે. આ ફિલ્મ શ્રદ્ધા કપૂરના સ્ટારડમને એક અલગ જ લેવલ પર લઈ ગઇ છે.


 ફિલ્મ રિલીઝ થયા બાદ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી બીજી ભારતીય બની ગઈ છે. આ અહેવાલમાં અમે તમારા માટે અભિનેત્રીની આગામી ફિલ્મોની યાદી લાવ્યા છીએ.

ચાલબાઝ ઇન લંડન- ‘સ્ત્રી 2’ પછી શ્રદ્ધા કપૂર પાસે ફિલ્મ ‘ચાલબાઝ ઇન લંડન’ છે. જેને પંકજ પારાશર બનાવી રહ્યા છે. ફિલ્મનું મોશન પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે.

કેટિના- અહેવાલો અનુસાર, શ્રદ્ધા કપૂર પાસે અસીમા છિબ્બર દ્વારા નિર્દેશિત ‘કેટિના’ પણ છે.

નાગિન – શ્રદ્ધા પણ ટૂંક સમયમાં ‘નાગિન’ નામની ફિલ્મમાં જોવા મળવાની છે. જેનું નિર્દેશન વિશાલ ફુરિયા કરી રહ્યા છે અને નિર્માતા નિખિલ દ્વિવેદી છે.

રિપોર્ટ્સનું માનીએ તો શ્રદ્ધા આ ફિલ્મમાં ઈચ્છાધારી નાગિનનું પાત્ર ભજવવાની છે. અભિનેત્રીના ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

નો એન્ટ્રી સિક્વલ – આ સિવાય અભિનેત્રી પાસે બોની કપૂરની ‘નો એન્ટ્રી’ની સિક્વલ પણ છે. આ માટે અભિનેત્રીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

સ્ત્રી 3 – ‘સ્ત્રી 2’ની જબરદસ્ત સફળતા પછી હવે દર્શકો ‘સ્ત્રી 3’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આમાં શ્રદ્ધા કપૂર પણ જોવા મળશે.

આ વાતનો ખુલાસો ‘સ્ત્રી 2’ના અભિનેતા અભિષેક બેનર્જીએ તાજેતરમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે સ્ક્રિપ્ટનો કેટલોક ભાગ તૈયાર છે. જે પણ એકદમ મજેદાર છે.