સિદ્ધુ મુસેવાલાને અગાઉથી જ ખબર હતી કે તેના જીવને જોખમ છે, ‘બિગ બોસ 18’ માં તજિન્દર પાલ સિંહ બગ્ગાનો દાવો

 ‘બિગ બોસ 18’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. ઘરની અંદર પહેલા જ દિવસે કેટલાક સ્પર્ધકો વચ્ચે ઝઘડો થયો હતો. શોમાં બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગા અને રજત દલાલ વચ્ચે જૂનો વિવાદ વધી રહ્યો છે. ચાહકો તજિન્દરની રમત પર ચાંપતી નજર રાખી રહ્યા છે. હાલના જ એપિસોડમાં તેમણે ગાયક સિદ્ધુ મુસેવાલાના (sidhu moosewala ) મોત સાથે સંબંધિત એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.

સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ સાથે જોડાયેલી ભવિષ્યવાણી સાચી પડી

‘બિગ બોસ 18’ ના તાજેતરના એપિસોડમાં તજિન્દરે કહ્યું કે સિદ્ધુને પહેલેથી જ ચેતવણી આપવામાં આવી હતી કે તેનો જીવ જોખમમાં છે. પહેલા હું જ્યોતિષમાં માનતો ન હતો. પરંતુ જ્યારે મેં જોયું કે સિદ્ધુ મુસેવાલાના મૃત્યુ સાથે જોડાયેલી ભવિષ્યવાણી સાચી પડી ત્યારે મને જ્યોતિષ પર વિશ્વાસ આવ્યો.

તજિન્દર બગ્ગાએ જણાવ્યું કે શરૂઆતમાં તેમના રુદ્ર નામના જ્યોતિષી મિત્રએ તેમને કહ્યું હતું કે સિદ્ધુ કુંડળી બતાવવા તેમની પાસે આવ્યા હતા. મને આ વાતની જાણ થતાં જ હું ચોંકી ગયો, કારણ કે મને ખબર નહોતી કે સિદ્ધુ આવી વાતોમાં વિશ્વાસ કરે છે. મારા જ્યોતિષી મિત્રે સિદ્ધુને દેશ છોડવાની સલાહ આપી હતી.

સિદ્ધુ મુસેવાલાને આપી હતી દેશ છોડવાની સલાહ

બગ્ગાએ વધુમાં કહ્યું કે મારા મિત્રએ મુસેવાલાને ચેતવણી આપી હતી કે તે જોખમમાં છે અને તેણે દેશ છોડી દેવો જોઈએ. તજિન્દરે કહ્યું કે મેં મારા મિત્રને પૂછ્યું કે શું તેણે સિદ્ધુને કહ્યું કે તેના જીવને ખતરો હોઈ શકે છે, પરંતુ તેણે કહ્યું કે જ્યોતિષમાં એવું ન કહી શકાય કે કોઈનો જીવ જોખમમાં છે, પરંતુ મેં તેને દેશ છોડવાની ચેતવણી આપી હતી.

જ્યોતિષની ચેતવણીના આઠ દિવસ બાદ સિદ્ધુ મુસેવાલાનું મોત

તજિન્દર પાલ સિંહ બગ્ગાએ વધુમાં કહ્યું કે સિદ્ધુ 8મી કે 9મી તારીખની આસપાસ દેશ છોડવાની યોજના બનાવી રહ્યા હતા. મને સમજાતું નથી કે જે વ્યક્તિ શો અને અન્ય માધ્યમોથી દર મહિને 15-20 કરોડ રૂપિયા કમાય છે તે જ્યોતિષની સલાહના આધારે દેશ કેવી રીતે છોડી શકે. પરંતુ બરાબર 8 દિવસ પછી મૃત્યુ પામ્યો. મને મારા મિત્રની વાત યાદ આવી. તે જ વખતથી મેં જ્યોતિષશાસ્ત્રમાં આંધળો વિશ્વાસ કરવાનું શરૂ કર્યું.