અદનાન સામીની માતા બેગમ નૌરીન સામી ખાને આજે એટલે કે સોમવારે 7 ઓક્ટોબરે અંતિમ શ્વાસ લીધા હતા. નૌરીન સામી ખાને 77 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહ્યું હતું.
અદનાન સામીએ પોસ્ટ કરતાં જણાવ્યું કે મારી માતા નૌરીન ખાનના નિધન વિશે જણાવતાં ખૂબ દુખ થાય છે. અમે તેને ખૂબ જ યાદ કરીશું. કૃપા કરીને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. તે એક અદ્ભુત સ્ત્રી હતી, તેણે જેને સ્પર્શ કર્યો તેના માટે માત્ર પ્રેમ અને ખુશી ફેલાવી. અમે તેને ખૂબ જ યાદ કરીશું.
નૌરીન સામી ખાને 77 વર્ષની વયે આ દુનિયા અલવિદા કહી દીધું છે. જો કે તેમનું નિધન કેવીરીતે થયું ? શું તેમને કોઈ રોગ કે ઉંમરને લગતી સમસ્યા હતી તેની કોઈ માહિતી હજુ સામે આવી નથી.