ટીવી સિરિયલ અનુપમા અત્યારે ચર્ચામાં છે. શો પહેલા નંબર પર હોવાથી લોકોની વચ્ચે તેની ચર્ચા થઈ રહી છે પરંતુ આ વખતે અનુપમાને લઈને અલગ જ પ્રકારની ગોસિપ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે મેકર્સ અનુપમામાં ત્રીજી વખત લીપ લાવવાનો પ્લાનિંગ કરી રહ્યા છે અને શોથી રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના શોમાંથી બહાર થઈ જશે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર, આ બાબતે ખુલાસો કરવામાં આવ્યો છે કે મેકર્સ શોમાં આધ્યા પર નવી સ્ટોરી ચલાવશે અને આધ્યાનો એક બોયફ્રેન્ડ હશે.
હવે આ તમામ સમાચારો પર આધ્યાનો રોલ નિભાવનાર એક્ટ્રેસ ઔરા ભટનાગરે પ્રતિક્રિયા આપી છે.
ઔરા ભટનાગરે લીપની હકીકત જણાવી
ટીવી સિરિયલ અનુપમામાં નાની અનુ એટલે આધ્યાનો રોલ નિભાવનાર ઔરા ભટનાગરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું, જેમાં તેણે આગળના ટ્રેક અને મેકર્સના પ્લાનિંગ વિશે ખુલીને વાત કરી છે. ઔરાને જણાવ્યું કે, પ્રોડક્શન હાઉસની તરફ તેના પેરેન્ટ્સને દરેક વાતની જાણકારી હોય છે. જો મેકર્સ આ દિવસોમાં લીપની તૈયારી કરી રહ્યા હોત તો તેઓએ ચોક્કસ અમને જાણ કરી હોત. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ અપડેટ આવ્યું નથી, તેથી મેકર્સ લીપની તૈયારી નથી કરી રહ્યા અને શોમાં લીપ નથી આવી રહ્યો. તેમજ વધુમાં ઔરા ભટનાગરે જણાવ્યું કે, જો મેકર્સ આવનાર દિવસોમાં આધ્યાના લવ ટ્રેકની તૈયારી કરશે તો તે શો છોડી દેશે. તે અત્યારે 13 વર્ષની છે અને પોતાની ઉંમર પ્રમાણે ભૂમિકા ભજવવા માગે છે. ઔરાની માતાએ આ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે અને લવ ટ્રેકથી પોતાની દીકરીને દૂર કરવાનો ખુલાસો કર્યો છે.
– હની સિંહની ગર્લફ્રેન્ડ હીરા ‘હીરાની જેમ ચમકી’, દેખાડ્યો બેહદ ગ્લેમરસ લૂક, જુઓ તસવીરો
શિવમ ખજુરિયાની એન્ટ્રી પર સસ્પેન્સ છે
જણાવી દઈએ કે, સિરિયલ અનુપમાને લઈને ઘણા બધા સમાચાર સામે આવ્યા છે. દાવો છે કે શોમાં ચારથી પાંચ મહિનાનો લીપ આવશે અને કાસ્ટિંગમાં પણ ફેરફાર થશે. દાવો હતો કે શોમાં યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં જોવા મળેલ શિવમ ખજુરીયાની એન્ટ્રી લીપની સાથે થશે. મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે શિવમ શોમાં આધ્યાના બોયફ્રેન્ડનો રોલ ભજવશે અને આધ્યા કોલેજ ગર્લ બની જશે. હવે ફેન્સ મેકર્સ તરફથી જાહેરાતની રાહ જોઈ રહ્યા છે.