કેમેરો બંધ કર…વાયરલ થયો તૈમુરનો વીડિયો, માતા કરીના સામે થયો ગુસ્સે

બોલીવુડ સેલિબ્રિટીના બાળકોના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે, જેમાં અમુક બાળકોની ક્યુટનેસ હોય તો અમુકનો એટિટ્યુડ દેખાતો હોય છે. એવામાં કરીના કપૂર અને સૈફ અલી ખાનનો છોકરો તેમુર ખાનનો એક જુનો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેમુર તેની મા કરીના સામે પેપરાઝી પર ખૂબ ગુસ્સે થયા દેખાઈ રહ્યા છે. જ્યારનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે ત્યારથી યુઝર તેમુરને ટ્રોલ કરી રહ્યા છે.

વાયરલ વિડીયો

તેમુરનો વાયરલ થઈ રહેલો આ વિડીયો કરીનાના ઘરની બહારનો છે. વિડીયોમાં જેહ અલી ખાન તેની રમકડાની કારમાં બેસીને તડકાની મઝા લઈ રહ્યો છે. અને તેમુર કરીનાની સાથે કાર આવવાની રાહ જોઈ રહ્યો છે. તડકો અને પેપરાઝી મળ્યા અને એટેન્શનનાં કારણે તેમુર ભડકે છે. તે ગુસ્સામાં પેપરાઝી પાસે જાય છે અને કહે છે કે, ‘બંધ કર, બંધ કર, આને બંધ કર.’ એવામાં કરીના તેમુરનો હાથ પકડીને ત્યાંથી દૂર લઈ જાય છે.

તેમુરનો ક્રેઝ

થોડા સમય પહેલા એક કેમેરામેનનાં ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું હતું. એ ઇન્ટરવ્યુમાં કેમેરામેને જણાવ્યું કે જો અમે તેમુરની ફોટો અપલોડ નથી કરતા તો અમને લોકો પ્રશ્નો પૂછતા હોય છે. તેમણે કહ્યું હતું કે, “એક સમય એવો હતો જ્યારે અમે તેમુરની ફોટો ન હતા પોસ્ટ કરતા. ત્યારે અમારી પોસ્ટ પર લોકો કોમેન્ટ કરતા હતા, ‘આજે તેમુરની ફોટો નથી આવી.’ અમારા DMમાં સવાલોથી ભરાઈ જતું. એવામાં અમે દરેક સ્થાને તેને ફોલો કરવાનું શરૂ કર્યું હતું.’