રણવીર સિંહના આ એક્ટ્રેસ સાથે રોમાન્સને લઈને કેમ નારાજ છે ચાહકો ?

 દિવાળી પર રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ અગેઈન રિલીઝ થઈ રહી છે. જેમાં રણવીર સિંહ સહિત અનેક કલાકારો છે. રણવીર સિંહની અપકમિંગ ફિલ્મોની યાદીમાં આદિત્ય ધરની ફિલ્મ પણ છે. જો કે આ ફિલ્મને લઈને એક અપટેડે ચાહકોને નારાજ કરી દીધા છે.

રણવીર સિંહના રોમાન્સને લઈને કેમ ચાહકો નારાજ છે

પીપિંગ મૂનના એક અહેવાલે દાવો કર્યો છે. આદિત્ય ધરની આ ફિલ્મમાં રણવીર સિંહ 19 વર્ષની સારા અર્જુન સાથે લવ રોમાન્સ કરતાં નજરે પડશે.

જેને લઈને સોશિયલ મીડિયા પર ચાહકો મેકર્સ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ચાહકોએ જણાવ્યું કે રણવીર સિંહ 39 વર્ષનો છે અને એક્ટ્રેસ 19 વર્ષની છે આ સ્થિતિમાં તેમની વચ્ચે રોમેન્ટિક રિલેશનશીપ શક્ય નથી.

રેડિટના ગોસિપ ગ્રુપ પર આ સમાચાર શેર કરવામાં આવ્યા હતા. એક યુઝરે લખ્યું કે છી, એક 39 વર્ષનો એક આદમી એક ટીનેજર સાથે રોમાન્સ કરશે. તેમણે આ વિચાર્યું પર કેવી રીતે કે આ યોગ્ય છે ? એક યુઝરે રણવીર સિંહનો પક્ષ લેતા કહ્યું કે તેમાં રણવીરની કોઈ ભૂલ નથી. તેને આ માટે ટ્રોલ ન કરવાામાં આવે.