તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોનુનું પાત્ર ભજવનાર અભિનેત્રી પલક સિંધવાનીએ થોડા સમય પહેલા જ શોમાંથી વિદાય લીધી હતી. તેની સાથે જ શોને નવી સોનુ મળી ગઈ છે. હવે સોનુનો રોલ ખુશી માલી પ્લે કરશે.
પલક સિંધવાનીની જગ્યા હવે કોણ લેશે ?
અસિત મોદીએ પલક સિંધવાનીની જગ્યાએ આવનાર સોનુની સત્તાવાર જાહેરાત કરી હતી.
તેમણે કહ્યું કે સોનુ ટપુ સેનાનો એક મહત્વનો હિસ્સો છે. ખુશીને કાસ્ટ કરવી એ અમારો સાચો નિર્ણય હતો. અમે તેનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છીએ. અમે તેને પુરો સપોર્ટ કરીશું કેમ કે તે પણ આ રોલ કરવા માટે ખૂબ જ આતુર છે. અમને આશા છે કે અમારા ચાહકો તેમને પણ એ જ પ્રેમ આપશે જે 16 વર્ષથી દરેક પાત્રને આપ્યો છે.
કોણ છે ખુશી માલી
ખુશી માલી એક મોડલ અને એક્ટર છે. ભુરી આંખોવાળી ખુશી માલી તારક મહેતા પહેલા સિરિયલ સાઝા સિન્દુરમાં જોવા મળી હતી. હવે તે તારક મહેતામાં સોનુનો રોલ કરવા માટે તૈયાર છે.
ખુશીએ કહ્યું કે સોનુનું પાત્ર ભજવવું મારા માટે રસપ્રદ રહેશે. કારણકે તેનામાં અનેક ગુણો છે. સાથે જ તારક મહેતાનો હિસ્સો બનવું મારા માટે એક આશિર્વાદ અને એક મોટી તક છે. હું મારી આ ભૂમિકા દ્વારા લોકો સાથે જોડાવા માંગું છું.