આલિયા ભટ્ટની ફિલ્મ ‘જીગરા’ ને લઇને સર્જાયો વિવાદ, દિવ્યા ખોસલા અને કરણ જૌહર આવ્યા સામ સામે

આલિયા ભટ્ટની ‘જીગરા’ 11 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ફિલ્મની શરૂઆત કંઈ ખાસ ન હતી. પરંતુ લોકોએ આલિયાની એક્ટિંગના વખાણ કર્યા છે. આ ફિલ્મ તેની રિલીઝ પહેલા સમાચારમાં હતી, તેની સ્ટોરી વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તે 31 વર્ષ પહેલા બનેલી મહેશ ભટ્ટની ફિલ્મ ‘ગુમરાહ’ સાથે મેળ ખાય છે.

જોકે, બંને સ્ટોરીના પાત્રોમાં તફાવત છે. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા લોકોએ તેની સરખામણી દિવ્યા ખોસલાની ફિલ્મ ‘સાવી’ સાથે કરવાનું શરૂ કર્યું હતું.

ફિલ્મ જીગરાના એક્ટ્રેસ પર પ્રહારો

જ્યારથી ફિલ્મ રિલીઝ થઈ છે ત્યારથી દિવ્યા ખોસલાએ ‘જીગરા’ એક્ટ્રેસ પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. ભૂષણ કુમારની પત્નીએ ‘જીગરા’ની રિલીઝના બીજા જ દિવસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં તેણે ખાલી થિયેટરની તસવીર શેર કરી હતી. આ સાથે તેણે દાવો કર્યો છે કે આલિયાએ તેની ફિલ્મની ટિકિટ પોતે ખરીદી છે. આના પર આડકતરો હુમલો કરતા ફિલ્મમેકર કરણ જોહર આલિયાના બચાવમાં આવ્યા હતા. કરણે દિવ્યા ખોસલાને તેનું નામ લીધા વિના ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. હવે દિવ્યા પણ તેની સામે બદલો લેતી જોવા મળે છે.

કરણ જૌહર આલિયાના બચાવમાં આવ્યો

સ્ટોરી શેર કરવાની સાથે દિવ્યાએ લખ્યું કે ‘જીગરા’ સ્ક્રિનિંગ કરતા તમામ થિયેટર ખાલી છે, આલિયા ભટ્ટ પાસે ખરેખર ‘જીગરા’ છે. પોતાની ટિકિટ ખરીદીને નકલી કલેક્શનની જાહેરાત કરી. આ સાથે તેણે એક હેશટેગનો પણ ઉપયોગ કર્યો હતો જેમાં ટ્રૂથ ઓવર લાઇઝ લખેલું હતું. આના પર પોતાની પ્રતિક્રિયા આપતા કરણ જોહરે પોતાના ઓફિશીયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્ટોરી શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે મૂર્ખ લોકો માટે મૌન શ્રેષ્ઠ જવાબ છે. જોકે, તેણે આ સ્ટોરી સાથે કોઈના નામનો ઉલ્લેખ કર્યો નથી.

ફિલ્મ જીગરાનું બોક્સ ઓફિસ કલેક્શન

કરણની સ્ટોરીનું નિશાન દિવ્યા ખોસલા હતી, દિવ્યાએ પોતે આ સ્ટોરીનો જવાબ આપીને પુષ્ટિ કરી હતી. કરણની સ્ટોરી પછી દિવ્યાએ એક સ્ટોરી શેર કરી જેમાં લખ્યું હતું કે જ્યારે તમે બેશરમ રીતે કોઈની વસ્તુઓ ચોરવાનું શરૂ કરો છો ત્યારે તમે હંમેશા મૌનનો સહારો લો છો. તમારી પાસે કોઈ આધાર નથી અને કોઈ અવાજ નથી. સ્ટાર્સ વચ્ચેની આ ટોણો મારતી લડાઈ ક્યાં સુધી ચાલશે તે વિશે હવે કંઈ કહી શકાય નહીં. ‘જીગરા’ના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા દિવસે માત્ર 4.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આલિયા ભટ્ટની 10 વર્ષની કારકિર્દીમાં આ એકમાત્ર એવી ફિલ્મ છે જેની ઓપનિંગ આટલી નબળી રહી છે.