શોલેમાં એક એક દ્રશ્ય બેઠી ઉઠાંતરી જ છે

બેબાક અભિનેતા નસીરુદ્દીન શાહે જાવેદ અખ્તરને રોકડું પરખાવ્યું કે તમે ચાર્લી ચેપ્લિનની નકલ કરીપોતાના વિવાદાસ્પદ નિવેદનોથી સતત ચર્ચામાં રહેતા અને આલા દરજ્જાના અભિનેતા નસીરુદ્દીન શાહે તાજેતરમાં જાવેદ અખ્તરને રોકડું પરખાવ્યું કે તમે ચાર્લી ચેપ્લિનની નકલ કરી. ફિલ્મ શોલેના એક એક દ્રશ્યમાં બેઠી ઉઠાંતરી જ કરવામાં આવી છે, નવું કશું નથી.

નસીરુદ્દીન શાહે જણાવ્યું કે તેણે જાવેદ અખ્તર સાથે ‘શોલે’ની મૌલિકતા અંગે ચર્ચા કરી હતી. શાહે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે – તમે તમારી ફિલ્મ ‘શોલે’ના દરેક દ્રશ્યની નકલ કરી છે, તમે ચાર્લી ચેપ્લિનની એક પણ ફિલ્મ છોડી નથી અને દરેક ફ્રેમમાં ક્લિન્ટ ઈસ્ટવૂડની હાજરી દેખાય છે.

અખ્તરે સલીમ ખાન સાથે મળીને ‘શોલે’ની વાર્તા લખી હતી. આ ફિલ્મને શ્રેષ્ઠ અને પ્રભાવશાળી ભારતીય ફિલ્મોમાંની એક ગણવામાં આવે છે. નસીરુદ્દીન શાહે કહ્યું, ‘મને યાદ છે કે જાવેદ અખ્તરે મને એકવાર કહ્યું હતું – જ્યારે તમે તેનો સ્ત્રોત શોધી શકતા નથી ત્યારે જ કંઈક ઓરિજિનલ કહી શકાય.

તેણે કહ્યું, ‘હું તેની સાથે ફિલ્મ શોલે વિશે વાત કરી રહ્યો હતો અને મેં કહ્યું – તમે દરેક સીન કોપી કર્યા છે, તમે ચાર્લી ચેપ્લિનની એક પણ ફિલ્મ છોડી નથી, આ સિવાય દરેક ફ્રેમમાં ક્લિન્ટ ઈસ્ટવુડની હાજરી અનુભવાઈ હતી.’

ત્યારે જાવેદ અખ્તરે પણ વળતો જવાબ આપ્યો હતો અને કહ્યું કે પ્રશ્ન એ નથી કે તમે સંદર્ભ ક્યાંથી લીધો છે, પ્રશ્ન એ છે કે તમે તેને ક્યાં સુધી લીધો છે. મૌલિકતાને વ્યાખ્યાયિત કરવી મુશ્કેલ છે. વિલિયમ શેક્સપિયરને એક મહાન નાટક લેખક માનવામાં આવે છે અને તેમણે પણ જૂના નાટકોમાંથી નકલ કરી હતી, પરંતુ તેમણે જે રીતે તેને રજૂ કર્યું તેમાં મૌલિકતા હતી.

‘શોલે’માં ક્લિન્ટ ઈસ્ટવુડ અને સમુરાઈ સિનેમાની એક ઝલક

રમેશ સિપ્પી દ્વારા નિર્દેશિત ‘શોલે’માં ક્લિન્ટ ઈસ્ટવુડ અને સમુરાઈ સિનેમાની ઝલક જોવા મળી હતી. ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, સંજીવ કુમાર, હેમા માલિની, જયા ભાદુરી અને અમજદ ખાન જેવા 1970ના દાયકાના મોટા નામોએ ‘શોલે’માં કામ કર્યું હતું અને આ ફિલ્મ જબરદસ્ત હીટ રહી હતી.

નસીરુદ્દીન શાહ ‘વિશ્વાત્મા’ અને ‘મોહરા’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા
‘નિશાંત’, ‘જાને ભી દો યારો’ અને ‘મિર્ચ મસાલા’ જેવી ફિલ્મોથી સમાંતર સિનેમામાં પોતાની ઓળખ બનાવનાર શાહ (74)એ ‘હીરો હીરાલાલ’, ‘વિશ્વાતમા’ અને ‘મોહરા’ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.