પૂર્વ પત્ની સુઝૈન સાથે હૃતિક દેખાયો ત્યારે બધાનું ધ્યાન ખેચાયુંહૃતિક રોશન અને તેની પૂર્વ પત્ની સુઝેન ખાન ઘણા સમય પહેલા અલગ થઈ ગયા છે પરંતુ તેઓ ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં જ તે પોતાના પુત્ર સાથે જોવા મળ્યો હતો. ત્રણેય હોસ્પિટલથી નીકળી રહ્યા હતા પરંતુ કેમેરા સામે પોઝ આપ્યો ન હતો. હવે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જેમાં રીતીકના પુત્રે સહુનું ધ્યાન ખેચ્યું હતું હૃતિક રોશન હાલમાં તેની આગામી ફિલ્મ વોર 2નું શૂટિંગ કરી રહ્યો છે.
તે તાજેતરમાં કિયારા અડવાણી સાથે રોમેન્ટિક ટ્રેકનું શૂટિંગ કરીને ઇટાલીથી પાછો ફર્યો હતો. શનિવારે, અભિનેતા તેના પુત્ર અને પૂર્વ પત્ની સુઝેન ખાન સાથે હોસ્પિટલની મુલાકાત લેતો જોવા મળ્યો હતો. આ દરમિયાન આ વીડિયો વાયરલ થયો હતો, જો કે લોકે એ રીતીકના પુત્રના ખુબ વખાણ કર્યા હતા.
તાજેતરમાં, હૃતિક રોશન જ્યારે ગર્લફ્રેન્ડ સબા આઝાદ અને કેટલાક મિત્રો સાથે રાત્રિભોજન માટે બહાર નીકળ્યો ત્યારે પાપારાઝીથી ગુસ્સે થયો. મુંબઈમાં દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની પત્નીની બર્થડે પાર્ટીમાં પણ અભિનેતા જોવા મળ્યો હતો. ઓનલાઈન સામે આવેલા એક વીડિયોમાં રિતિક અને સબા એકસાથે પાર્ટીમાં પહોંચ્યા હતા. આ કપલ વરસાદ વચ્ચે પણ પાર્ટીમાં પહોંચ્યું હતું.
જ્યારે બંનેએ કેમેરા માટે પોઝ આપ્યો ત્યારે એવું લાગતું હતું કે રિતિક વરસાદ અને પાપારાઝીથી ગુસ્સે છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે રિતિક રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો હતો પરંતુ સબા કેમેરામેન સાથે પાછળ રહી ગઈ હતી. એવું લાગતું હતું કે આનાથી રિતિક ગુસ્સે થઈ ગયો હતો. તે તેઓને મદદ કરવા ભીડમાં ગયો, તેમના માટે રસ્તો બનાવ્યો અને પછી તેમને લઈ ગયો..