‘રામ તેરી ગંગા મૈલી’, ‘રામ લખન’ અને ‘રામલીલા’ સહિત ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો ડંકો વગાડનારા અભિનેતા રઝા મુરાદને કોઈ ઓળખની જરૂર નથી. તેમણે ઘણા સ્ટાર્સ સાથે અલગ-અળગ ઝોનરની ફિલ્મોમાં કામ કર્યું છે અને દર્શકોએ હંમેશા તેમના અભિનયના વખાણ કર્યા છે. હાલમાં અભિનેતા અયોધ્યામાં હતા, ત્યાં તેમણે રાવણના ભાઈ વિભિષણની ભૂમિકા ભજવી હતી.
તેના પછી અભિનેતાએ એએનઆઈ સાથે વાતચીત કરતા ભગવાન રામ સાથે પોતાના ખાસ કનેક્શનની વાત કરી હતી. રઝા મુરાદે જણાવ્યું કે, જો તેમના નામના ત્રણેય અનીશિયલ્સને ભેગા કરી દેવામાં આવે તો ‘રામ’ બની જાય છે. માત્ર એટલું જ નહીં રામલાલની તેમના પર ઘણી મહેરબાનીઓ રહી છે. તો ચલો જાણીએ અભિનેતાએ શું કહ્યું.
આ સાથે આગળ વાત કરતા તેમણે કહ્યું કે, હું રામપુરનો રહેવાસી છું. મને પહેલું જે કામ મળ્યું તે બાબૂ રામ ઈશારા એ આપ્યું હતું. મારી જે પ્રથમ હિટ ફિલ્મ આવી, જેને મારી જિંદગી બદલી નાંખી તે હતી ‘રામ તેરી ગંગા મૈલી’. તેના પછી સુભાષ ઘાઈએ મને તેમની ફિલ્મ રામ લખનમાં લીધો. તો રામનું નામ મારા માટે ખુબ જ શુભ છે.
એક્ટરે આગળ કહ્યું કે હંમેશા તેમની મહેરબાની રહી છે અને સૌથી મોટી વાત જે રહી છે તે કે મેં છેલ્લા 12 વર્ષમાં રામલીલામાં જે ભૂમિકાઓ ભજવી છે તે. ક્યારેક રાજા જનક બન્યો છુ, તો ક્યારેક વિશ્વામિત્ર બન્યો છું. ક્યારેક અહિરાવણ બન્યો છું તો ક્યરેક કુંભકર્ણ બન્યો છું. હંમેશા રામલલાની કૃપા મારા પર બની રહી છે.
તમને જણાવી દઈએ કે, આ કોઈ પ્રથમવાર નથી જ્યારે રઝા મુરાદે ભગવાન રામને લઈ કોઈ વાત કરી હોય. આ પહેલા પણ અભિનેતા ઘણી વખત ભગવાન રામ વિશે વાત કરી ચુક્યા છે. અયોધ્યામાં બનેલા રામ મંદિર પર પણ અભિનેતાએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.