Baba Siddique જ નહીં આ સેલેબ્સની પણ થઈ હત્યા, ગુલશન કુમારને તો 16 ગોળીઓ મારી હતી

એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવારે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. તેમના પર ઘણા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી એક ગોળી છાતીમાં અને બે પેટમાં લાગી હતી. ઘટના બાદ તેઓને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ તેઓ હોસ્પિટલ સુધી પહોંચે તે પહેલા જ દમ તોડી દીધો હતો. બાબા સિદ્દીકીના મોતની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ લીધી છે અને આ સાથે જ ગેંગ તરફથી વધુ એક વખત સલમાન ખાનને ચેતવણી આપવામાં આવી છે.

સલમાન ખાનને અગાઉ પણ આ ગેંગ તરફથી ઘણી વખત ચેતવણી આપવામાં આવી છે અને એક વખત તેના ઘર પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આવામાં અમે તમને એવા સેલેબ્સ વિશે જણાવી રહ્યા છીએ જેમની પહેલા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં સિદ્ધુ મુસેવાલાથી લઈ ગુલશન કુમાર સુધીના નામ સામેલ છે.

ગુલશન કુમાર

બાબા સિદ્દીકીની હત્યા બાદથી જ સોશિયલ મીડિયામાં ગુલશન કુમારનું નામ ટ્રેન્ડ કરી રહ્યુ છે. સોશિયલ મીડિયામાં લોકોનું કહેવુ છે કે, મુંબઈમાં આ પ્રકારના ગુના ન તો ત્યારે અટક્યા હતા અને ન તો આજે. ટી-સિરીઝના સંસ્થાપક અને ભક્તિ ગીતો માટે લોકપ્રિય થયેલા ગુલશન કુમારની અંડરવર્લ્ડએ હત્યા કરાવી દીધી હતી. તેમને દર મહિને 5 લાખ રૂપિયા આપવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ તેવું કરવાથી તેમને ઈન્કાર કરી દીધો હતો. સાથે જ તેમણે કહ્યું હતું કે, તેઓ આટલા રૂપિયા આપીને વૈષ્ણોદેવીમાં ભંડારો કરાવશે. આ વાતથી નારાજ સલેમે શૂટર રાજા દ્વારા ગુલશન કુમારની ધોળે દાડે હત્યા કરાવી દીધી હતી. તેમને મંદિર સામે જ 16 ગોળીઓ મારી દેવામાં આવી હતી. આ ઘટનામાં 3 હુમલાખોર સામેલ હતા.

સિદ્ધુ મૂસેવાલા

પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની 29 મે, 2022ના રોજ ધોળા દાડે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ગેંગસ્ટર ગોલ્ડી બરાડ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ લીધી હતી. તેના પર લગભગ 30 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. તેનાપર એન-94થી હુમલો કરાયો હતો. ગોલ્ડી બરાડે એક ઈન્ટરવ્યૂમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યાને લઈ જણાવ્યું હતું કે, તેની પાસે જરૂરીયાતથી વધુ પૈસા હતા અને રાજનૈતિક અને પોલીસનો પાવર જરૂરીયાત કરતા વધુ હતો. જેનો તે દુરપીયોગ કરી રહ્યો હતો. ગોલ્ડી બરાડે એવો પણ દાવો કર્યો હતો કે સિદ્ધુ મૂસેવાલાના કારણે તેમને અંગત નુક્સાન થયુ હતું.

અમરસિંહ ચમકીલા

પંજાબી લોકગીતનું એક એવું નામ, જે પોતાના શાનદાર સ્ટેજ પરફોર્મંસ માટે જાણીતું હતું. આ નામ અમર સિંહ ચમકીલાનું હતું. જેમની 1988માં મહસામરપુર પંજાબમાં એક પરફોર્મંશ દરમિયા હત્યા કરી દેવામાં આવી હતી. તેમની બાઈકસવાર બદમાશોએ હત્યા કરી દીધી હતી. તે પોતાની પત્ની સાથે સ્ટેજ પરફોર્મંશ માટે જઈ રહ્યા હતા. તેમની હત્યા પાછળ કોનો હાથ હતો, તેનો ખુલાસો થઈ શક્યો નહોતો અને ન તો બાઈકસવાર હત્યારોએ ઝડપાઈ શકયા.

રીલ સ્ટારને મારી હતી 13 ગોળીઓ

આ સાથે જ આ લિસ્ટમાં સોશિયલ મીડિયા ઈંફ્લુએંસર અને રીલ સ્ટાર મોહિત મોરનું નામ પણ સામેલ છે. જેને 13 ગોળીઓ મારવામાં આવી હતી. તે 27 વર્ષનો હતો અને ટીકટોક સ્ટાર હતો. આ ઘટના ત્યારે બની જ્યારે નજફગઢ વિસ્તારમાં સ્થિત એક દોસ્તની દુકાન પર તે ગયો હતો.

પાકિસ્તાની કલાકાર શમીમની હત્યા

પાકિસ્તાની સ્ટેજ આર્ટીસ્ટ શમીમની વર્ષ 2017માં ગોળી મારીને હત્યા કરી દેવમાં આવી હતી. તેમની હત્યા પંજાબમાં ગોળી મારીને કરી દેવામાં આવી હતી. તે માત્ર 29 વર્ષની જ હતી. તેની તેના ઘરની બહાર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

હરિયાણાના સિંગર ડાંસર હર્ષિતા દહિયાની હત્યા

આ સાથે જ આ લિસ્ટમાં એક નામ હરિયાણવી સિંગર ડાંસર હર્ષિતા દહિયાનું પણ સામેલ છે. જેની 2017માં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા તેના બનેવી દિનેશ કરાલાએ જ કરાવી હતી. આ ઘટનાને ચાર શૂટરોએ અંજામ આપ્યો હતો. આ હત્યાના કારણને લઈ દિનેશે કબૂલાત કરી હતી કે તેને હર્ષિતાથી બળાત્કાર અને તેની માતાના હત્યાના મામલે સજાનો ડર હતો.