ADVERTISEMENT
ADVERTISEMENT

Salman Khan ની હત્યાનું પ્લાનિંગ કરી રહ્યો હતો, હરિયાણાથી ઝડપાયો આરોપી

મુંબઈમાં બાબા સિદ્દીકીની હાલમાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જે બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. જેનું નામ સુક્ખા છે. જેની હરિયાણાના પાણીપતથી ધરપકડ કરવામાં આવી છે. સામે આવેલી માહિતી પ્રમાણે તે સલમાન ખાનની હત્યાનો પ્લાન બનાવી રહ્યો હતો. હાલ તેને મુંબઈ લાવવામાં આવ્યો છે.

અગાઉ સલમાન ખાનને મળી ચુકી છે ધમકીઓ

ADVERTISEMENT
ADVERTISEMENT

એપ્રિલમાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ, બાંન્દ્રા બહાર કેટલાક અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરી હતી. ચાર્જશીટમાં સલમાન ખાને જણાવ્યું હતું તેમને પોતાના ઘરની બહાર હુમલો કરવા માટે લોરેન્સ બિશ્નોઈ ગેંગ પર શંકા છે.

આ વર્ષે જૂનમાં પણ સલમાન ખાનને તેમના ફાર્મ હાઉસ જવાના રસ્તે નિશાન બનાવવાનો પ્લાન બનાવ્યો હોવાનો ખુલાસો કર્યો છે. જાન્યુઆરીમાં પણ બે અજાણ્યા શખ્સોએ પણ નકલી ઓળખકાર્ડ સાથે ફાર્મ હાઉસમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT