સલમાન – લોરેન્સના વિવાદ વચ્ચે વિવેક ઓબેરોયે બિશ્નોઈ સમુદાયના વખાણ કર્યા છે.લોરેન્સ બિશ્નોઈ ગેંગે બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લીધી છે. આ દરમિયાન, વિવેક ઓબેરોયનો બિશ્નોઈ સમુદાયના વખાણ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.જો કે આ વીડિઓ જુનો છે તેમ છતાં અત્યારે વધુ જોવાઈ રહ્યો છે.બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી સલમાન ખાનના દુશ્મન લોરેન્સ બિશ્નોઈએ લીધી છે.
બાબા સિદ્દીકી સલમાન ખાનના ખૂબ નજીક હતા. આવી સ્થિતિમાં તેમની હત્યાનો દોર સલમાન અને લોરેન્સ બિશ્નોઈ વચ્ચેની દુશ્મની સાથે જોડાયેલો જણાય છે. આ દરમિયાન એક્ટ્રેસ વિવેક ઓબેરોયનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે બિશ્નોઈ સમુદાયના વખાણ કરતો જોવા મળી રહ્યો છે.
વિવેક ઓબેરોયનો આ વાયરલ વીડિયો ગયા વર્ષે ફેબ્રુઆરીનો છે. જ્યારે તે દુબઈમાં એક ઈવેન્ટમાં પહોંચ્યો હતો. વીડિયોમાં વિવેક કહે છે- બિશ્નોઈ સમુદાયને સર્ચ કરવાનો પ્રયાસ કરો. આવું દ્રશ્ય તમને દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે.વિવેક ઓબેરોયે બિશ્નોઈ સમુદાયના વખાણ કર્યા હતા
અભિનેતા આગળ કહે છે- ‘આખી દુનિયામાં એક જ સમુદાય છે – બિશ્નોઈ સમુદાય,જ્યાં જો માદા હરણનનું મોત થાય તો હરણના બચ્ચાને બિશ્નોઈ માતાઓ તેને પોતાના ખોળામાં લઈને તેને દૂધ પીવડાવે છે. જેમ તેઓ પોતાના બાળકોને પીવડાવે છે.આ દુનિયામાં બીજે ક્યાંય નહીં જોવા મળે. સોશિયલ મીડિયા પર વિવેક ઓબેરોયના આ વીડિયો પર યુઝર્સ રિએક્ટ કરી રહ્યા છે.
વિવેક ઓબેરોય અને સલમાન ખાનની દુશ્મની જગજાહેર
સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપનાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ બિશ્નોઈ સમુદાયનો છે. સાથે જ સલમાન ખાનની વિવેક ઓબેરોય સાથેની દુશ્મની પણ જાણીતી છે. 2003માં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિવેકે સલમાન ખાન પર ઐશ્વર્યા રાય સાથેના સંબંધોને કારણે તેને ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.