હાલમાં મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં ધમાલ મચી ગઈ છે. એક એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, એક અભિનેત્રી કાસ્ટિંગ કાઉચનો શિકાર બની છે. તો કેરળ પોલીસે એક અભિનેતા સામે રેપનો કેસ પણ દાખલ કર્યો છે.
મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં હાલમાં ખુબ ધમાલ મચી રહી છે. એક બાદ એક યૌન શૌષણના કેસ સામે આવી રહ્યા છે. ડાયરેક્ટર રંજીત વિરુદ્ધ કેસ નોંધાયા બાદ AMMA જનરલ સેક્રેટરી સિદ્દિકી વિરુદ્ધ કેરલ પોલીસે રેપનો કેસ નોંધયો છે.
તેના પર એક અભિનેત્રીએ ગંભીર આરોપ લગાવ્યા છે. ત્યારબાદ તેમને AMMAના મહાસચિવ પદ પરથી હટી જવું પડ્યું હતું.મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સ યૌન શોષણના આરોપોનો સામનો કરી રહ્યા છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થયા ચોંકાવનારા ખુલાસા
મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં કામ કરનારી એક મહિલાએ હેમા કમેટીની રિપોર્ટ સામે આવ્યા બાદ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટા પાયે યૌન શોષણ જાતિય અસમાનતા સામે આવી છે. રિપોર્ટ આવ્યા બાદથી ઘણા કલાકારો ખુલ્લેઆમ આગળ આવ્યા છે અને તેમની આપવીતી જણાવી છે અને ઘણા કો-સ્ટાર્સ પર આરોપો લગાવ્યા છે. હેમા સમિતિના રિપોર્ટ બાદ સામે આવેલી ફરિયાદોની તપાસ માટે એક ટીમ બનાવવામાં આવી છે. જે આ કેસની તપાસ કરશે.
બોલિવુડ ફિલ્મોમાં કરી ચૂક્યો છે કામ
મલયાલમ ફિલ્મો સિવાય સિદ્દિકીએ બોલિવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેમણે મલયાલમ ફિલ્મ ન્યુ દિલ્હીની હિન્દી રિમેકમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં જીતેન્દ્ર લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ સિવાય તમિલ અને તેલુગુ ફિલ્મમાં પણ ધમાલ મચાવી ચૂક્યો છે.
સિદ્દીકીએ આરોપોને ફગાવી દીધા હતા
મહિલાએ લગાવેલા તમામ આરોપોને સિદ્દિકીએ નકારી કાઢ્યા છે. તેમણે કહ્યું તેના વિરુદ્ધ ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યા છે, તેમજ સોમવારના રોજ પોલીસે એક બંગાળી અભિનેત્રીની ફરિયાદના આધાર પર ડાયરેક્ટર રંજીત વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતુ કે. 2009ની એક ફિલ્મના પ્રી પ્રોડક્શનની ચર્ચા દરમિયાન તેની સાથે યૌન શોષણ થયું હતુ. આ સિવાય એમ મુકેશ, જયસૂર્યા, મણિયનપિલા રાજુ અને એડવેલા બાબુ પર યૌન ઉત્પીડનનો આરોપ લાગ્યો છે.
હેમી કમિટિનો રિપોર્ટ શું કહે છે?
હેમા કમિટીના રિપોર્ટ અનુસાર ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા લોકો મહિલાઓને કામની તક આપવાના નામે અને તેના બદલામાં એક્ટિંગમાં કરિયર બનાવવાના નામે આપત્તિજનક ડિમાન્ડ કરે છે. તેઓ દારૂના નશામાં હોટલના રૂમમાં બળજબરીથી પ્રવેશ કરે છે તેમજ સેટ અને ચેન્જિંગ રૂમ પણ મહિલાઓ માટે સલામત નથી.આ શરમજનક કેસમાં મલયાલમ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા કલાકારો, દિગ્દર્શકો અને નિર્માતાઓ પણ સામેલ છે. જો SITની તપાસમાં આ આરોપોની તપાસ થાય તો વધુ નામો સામે આવી શકે છે.