તારક મહેતા શોના આત્મારામ ભીડેને લઈ સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી હતી કે, ભીડે શો છોડી રહ્યો છે. હવે આના પર અભિનેતાએ એક વીડિયો પોસ્ટ કરી સ્પષ્ટતા કરી છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી પર સૌથી વધારે લાંબા સમય સુધી ચાલનાર શો છે. આ શો વર્ષ 2008થી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોના તમામ પાત્ર ચાહકોને ખુબ પસંદ આવે છે પરંતુ કેટલાક એવા પણ સ્ટાર છે, જે આ શો છોડી ચાલ્યા ગયા છે.
કેટલીક વખત સોશિયલ મીડિયા પર અભિનેતાઓને લઈ અફવાઓ પણ આવતી હોય છે. હવે શોના આત્મારામ ભીડેને લઈ એક સમાચાર સામે આવ્યા છે કે, તે આ શો છોડી રહ્યા છે. આ અફવાની સ્પષ્ટતા ખુદ અભિનેતા ભીડે માસ્ટરે કરી છે.
ભીડે શો છોડી રહ્યો છે તેવી ઉડી અફવા?
યુટ્યુબ પર આત્મારામનું પાત્ર નિભાવનાર મંદાર ચંદવાદકરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેતા હાથ જોડતો ફોટો જોવા મળી રહ્યા છે.તેના પર લખ્યું છે કે, તે મેકર્સનો પર્દાફાશ કરી રહ્યો છે અને તેમણે આ શો છોડી દીધો છે. આ વીડિયો બાદ મંદારે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં આ અફવાને ખોટી ગણાવી છે.