જાણો OTT પર રીલીઝ થશે અનેક નવી વેબ સીરિઝ

અનન્યા OTT ડેબ્યૂ કરશે “કોલ મી બે”

‘કોલ મી બે’ સિરીઝનું નામ આવું છે. આ સિરીઝ Amazon Prime Video પ્લેટફોર્મ પર આવવાની છે. 6 સપ્ટેમ્બર 2024ના રોજ. બાએ ને તેના અતિ સમૃદ્ધ પરિવાર દ્વારા અસ્વીકાર કરવામાં આવી છે, એક કૌટુંબિક કૌભાંડને કારણે અને તેણીના જીવનમાં પ્રથમ વખત, પોતાને માટે બચાવ કરવો પડ્યો છે. આ સફર પર, તેણી સ્ટીરિયોટાઇપ્સને દૂર કરે છે અને શોધે છે કે તે ખરેખર કોણ છે.

શિર્ષક પાત્રની ભૂમિકા નિભાવશે અભિનેત્રી અનન્યા પાંડે, આ શ્રેણીમાં તે એક અબજોપતિ ફેશનિસ્ટા ‘બેલા ચૌધરી’ ઉર્ફે બેનું પાત્ર ભજવવા જઈ રહી છે, જેમાં તે અમીરથી લઈને ગરીબી સુધીનું પોતાનું જીવન બતાવે છે. સાથે વીર દાસ, ગુરફતેહ પરિઝાદા, વરુણ સૂદ, વિહાન સામત, મુસ્કાન જાફરી જોવા મળશે. આ સીરિઝ નવી જનરેશનની છબિ બતાવવા માટેની કોશિશ કરી રહી છે. અનન્યાની આ સફર કેવી હશે તે તો જોયા પછી ખબર પડશે.

બ્રેથલેસ : આ હડતાળ જીવ તાળવે ચોંટાડી દે

કેટલીક સેવાઓ એવી હોય છે જેનો સંબંધ ઘણીવાર માનવીના જીવન મૃત્યુ સાથે જોડાયેલ છે, પરંતુ કેટલીકવાર માણસ જ આ વાત ભૂલી જતો હોય છે, તો કેટલીકવાર મજબૂરી પણ હોય છે. Netflix પર આજે 30 ઓગસ્ટના રોજ રજૂ થનારી 8 એપિસોડની સ્પેનિશ ડ્રામા સિરીઝ બ્રેથલેસ જોઆક્વિન સોરોલા હોસ્પિટલમાં પડેલી સખત હડતાળે બીલ (નામ છે) અને અન્ય રહેવાસીઓને મૂંઝવણમાં મૂક્યા છે. સાર્વજનિક હોસ્પિટલના રહેવાસી, બીલ (મનુ રિયોસ) દર્દીઓ માટે દિવસ-રાત કામ કરે છે, જ્યાં સુધી તે પોતાને એવી પરિસ્થિતિમાં ન આવે કે જ્યાં તેણે વધુ સારી કામ કરવાની પરિસ્થિતિઓ અને દર્દીઓના સ્વાસ્થ્ય વચ્ચે પસંદગી કરવાની જરૂર પડે છે. સસ્પેન્સની નાડી પર આંગળી રાખીને પુષ્કળ તણાવ અને ઉચ્ચ દાવની લાગણીઓનું વચન આપે છે મેડિકલ ડ્રામા. હોસ્પિટલમાં હડતાળ પડે તો હાંફ દર્દીઓને ચઢે અને આખું તંત્ર સ્તબ્ધ થઈ ગયેલું નજરે પડે.

ધ પરફેક્ટ કપલ, ભાવિ સાસુ, ભાવિ વહુ, વર્તમાનમાં ધમાધમ

રામ જાણે આવી માથાકૂટમાં કેમ પડતા હશે લોકો! એમેલિયા સૅક્સ (આ પણ નામ જ છે) ના લગ્ન સમૃદ્ધ નેનટકેટ પરિવારમાં થવાના છે. જો કે, તેની ભાવિ સાસુ અને પ્રખ્યાત નવલકથાકાર ગ્રીર ગેરીસન વિનબરી લગ્નને નામંજૂર કરે છે. આ પ્રોબ્લેમ આખી દુનિયામાં છે ફક્ત ભારતમાં જ નહિ. જ્યારે બીચ પર મૃતદેહ મળે છે અને દરેક વ્યક્તિ શંકાસ્પદ બને છે ત્યારે વસ્તુઓ અણધારી વળાંક લે છે, નવા રહસ્યો બહાર આવે છે. ક્રાઇમ, ડ્રામા, મિસ્ટરી ધરાવતી આ સિરીઝના 6 એપિસોડ છે અને 5 સપ્ટેમ્બરના રોજ Netflix આવશે. પોલીસ વડા એડ કપેનશ કન્યા, વરરાજા, વરરાજાની વિખ્યાત રહસ્ય-નવલકથાકાર માતા અને તેમના પોતાના પરિવારના એક સભ્યનો ઇન્ટરવ્યુ લેતા હોવાથી, તેમને ખબર પડે છે કે દરેક લગ્ન એક માઇનફિલ્ડ છે. અંતે સમજાઈ છે કોઈપણ યુગલ સંપૂર્ણ નથી!

તનાવ : કબીર અને સ્પેશિયલ ટાસ્ક ગ્રૂપ

આતંકવાદ સામે લડવા માટે કબીર અને તેમનું ગ્રૂપ (STG) પાછુ ફરે છે ત્યારે શું થશે તે જોવા મળશે SonyLIV પર પ્રસારિત થનારી સિરીઝ ‘તનાવ’ની સિઝાબ બે માં. સીઝન 2 તારીખ 6 સપ્ટેમ્બર ના રોજ રિલીઝ થવાની છે જેમાં એક્શન, ક્રાઇમ, ડ્રામાથી ભરપૂર 12 એપિસોડ હશે. ટ્રેલરની શરૂઆત ખીણમાં મોટા બોમ્બ વિસ્ફોટથી થાય છે. આ ગુના પાછળના માસ્ટરમાઈન્ડને શોધવાના પ્રયાસો કરવામાં આવે છે ત્યારે અલ-દમિશ્કનું નામ સામે આવે છે, જે તાજેતરમાં જ ISIS પાસેથી ટ્રેનિંગ લઈને સીરિયાથી પરત ફર્યો છે અને તેણે ભારતના આત્માને હચમચાવી નાખવાનું નક્કી કર્યું છે. આ શ્રેણીમાં બહાદુરી, છેતરપિંડી, લોભ, પ્રેમ અને બદલાની વાર્તાઓ સામેલ છે ઉપરાંત અરબાઝ ખાન, માનવ વિજ, ગૌરવ અરોરા, રજત કપૂર, શશાંક અરોરા, અમિત ગૌર, સોની રાઝદાન જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ધ પેંગ્વિન માટે દર્શકોએ હજી થોડી રાહ જોવી પડશે…

ગોથમ સિટીમાં પૂર પછીની સ્થિતિમાં ઓસ્વાલ્ડ કોબલપોટ (કોલિન ફેરેલ) ગુનાહિત અંડરવર્લ્ડ પર કબજો કરવાનો અને પાવર વેક્યૂમ ભરવાનો પ્રયાસ કરે છે. આ શ્રેણી ગોથમ સિટીના ગુનાહિત અંડરવર્લ્ડમાં પેંગ્વિનના સત્તામાં ઉદભવે છે. પેંગ્વિન એટલે મજબૂત બાંધાવાળાં, નાના પગવાળાં, ઊડવા અસમર્થ પરંતુ કુશળ તરવૈયા તરીકે જાણીતાં, ઠંડા દરિયામાં વાસ કરતાં જળચર પક્ષી પરંતુ આ ‘ધ’ લગાડેલ ‘પેંગ્વિન’ પક્ષીની નહિ, એક વિકૃત વ્યક્તિની વાર્તા કહે છે અને કરે છે. વિકૃત સામાન્ય કોઈ વ્યક્તિમાંથી ગોથમ સિટીના જાણીતા ગેંગસ્ટર સુધી પહોંચે છે. ડીસી કોમિક્સ પાત્ર પેંગ્વિન પર આધારિત, ફિલ્મ ધ બેટમેન (2022) માંથી સ્પિન-ઓફ છે જે ગોથમ સિટીના ગુનાહિત અંડરવર્લ્ડમાં પેંગ્વિનના સત્તામાં ઉદયને રજુ કરે છે. ધ બેટમેન ફિલ્મના અંતે ગોથમ સિટીના વિનાશને પગલે, શેરીઓમાં પાણી ભરાયેલું રહે છે. જો કે, તે બધું પાણી પેંગ્વિન માટે યોગ્ય છે. JioCinema પર જોવા મળશે પરંતુ ભારતવાળાએ 20 સપ્ટેમ્બર સુધી રાહ જોવી પડશે. કોમેડી, ડ્રામા, ફેન્ટસી એવું બધું 8 એપિસોડમાં ભરેલું પડેલું હશે.