300 કરોડનું બજેટ, કમાણી માત્ર 90 કરોડ! બૉલીવુડ એવી ફિલ્મ જેની નિષ્ફળતા પર રડી પડ્યો હીરો

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થઈ હતી. જ્યાં ક્રિટિક્સે આ ફિલ્મને મિશ્ર પ્રતિક્રિયા આપી હતી. તો બીજી તરફ આઈએમડીબી પર આ ફિલ્મને 5.6 રેટિંગ મળ્યા હતા. આ હિસ્ટોરિકલ ફિલ્મ હતી જેમાં માનુષી છિલ્લરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. અહીં જણાવીશું તમને બોલિવૂડની આ ફ્લોપ ફિલ્મનું નામ.

આ ફિલ્મનું નામ સમ્રાટ પૃથ્વીરાજ છે.

આ ફિલ્મને ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ ડાયરેક્ટ કરી હતી. તેમજ અક્ષય કુમાર, સંજય દત્ત, સોનુ સૂદ, આશુતોષ રાણા, મનોજ જોશી, સાક્ષી તંવર અને માનવ વિજે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી હતી. આઈએમડીબીના અનુસાર, આ ફિલ્મને 300 કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી.

બોક્સ ઓફિસ કલેક્શન

રિપોર્ટના અનુસાર, આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર 68.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તેમજ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પરથી 90.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

અક્ષય કુમાર રડી પડ્યો હતો

ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ મુકેશ ખન્નાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, આ ફિલ્મ ફ્લોપ થયા પછી તેમને અને અક્ષય કુમારે એક વાત શીખી લીધી હતી કે ઈતિહાસની સાથે ક્યારે પણ ચેડા ન કરવા જોઈએ. તેમને આગળ કહ્યું. ફિલ્મ ફ્લોપ થયા પછી અક્ષયને કહ્યું હતું કે, આ દેશ તમને રાષ્ટ્રીય પ્રતીકના રૂપે જુવે છે. અને જ્યારે મેં તેમને ફિલ્મને મળી રહેલી આલોચના વિશે જણાવ્યું તો તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા.