વરુણ ધવને તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ભત્રીજી અંજીની સાથે ઘણી તસવીરો શેર કરી છે. જેમાં કાકા અને ભત્રીજીનું ક્યૂટ બોન્ડિંગ જોવા મળ્યું હતું.
આ તસવીરોમાં વરુણ ધવન સફેદ શર્ટ અને બ્રાઉન પેન્ટમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહ્યો છે. તેની ભત્રીજી ઓફ શોલ્ડર પિંક શોર્ટ ડ્રેસમાં બાર્બી ડોલ જેવી દેખાઈ રહી છે.
અંજિનીએ તેની પ્રથમ ફિલ્મના ટ્રેલર લૉન્ચ ઇવેન્ટ માટે આ લુક કેરી કર્યો હતો.
તેણે મેચિંગ નેકપીસ, ગ્લોસી મેકઅપ અને ખુલ્લા વાંકડિયા વાળ સાથે તેને તેનો લુક પૂર્ણ કર્યો.
વરુણ ધવને આ સુંદર તસવીરો શેર કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અંજિનીને આવકારી હતી. તેણે લખ્યું, ‘ફિલ્મોમાં આપનું સ્વાગત છે..’
અંજિની ધવનની ફિલ્મ ‘બિન્ની એન્ડ ફેમિલી’ એક ફેમિલી ડ્રામા ફિલ્મ છે. જે 20મી સપ્ટેમ્બરે રિલીઝ થવાની તૈયારીમાં છે.
આ ફિલ્મમાં અંજિની ધવન સાથે પંકજ કપૂર અને હિમાની શિવપુરી જેવા ઘણા દિગ્ગજ સ્ટાર્સ જોવા મળશે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
તમને જણાવી દઈએ કે અંજિની ધવન એક્ટર વરુણ ધવનના પિતરાઈ ભાઈ સિદ્ધાર્થ ધવનની દીકરી છે. જે 24 વર્ષની છે અને સોશિયલ મીડિયા પર તેની ખૂબ જ સારી ફેન ફોલોઈંગ છે.