અમિતાભ બચ્ચને કેબીસીના સેટ પરથી અજીબ પોસ્ટ કરી, જાણો શું લખ્યું કેપ્શનમાં

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. હવે બિગ બીએ એક એવી પોસ્ટ કરી છે તેના વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે. આ પોસ્ટ સાથે બિગ બીએ તેમના કેબીસીના સેટ પરથી એક ફોટો શેર કર્યો છે. ફોટોમાં તમે જોશો કે બિગ બીએ તેમના ચહેરા પર હાથ રાખ્યો છે અને પાછળના હેર સ્ટાઇલિસ્ટ તેમના વાળ સેટ કરી રહ્યા છે.

ફોટો શેર કરીને બિગ બીએ લખ્યું કે, કંઇ નવું કહેવાનું નથી.

બિગ બીની આ પોસ્ટ પર ફેન્સે ધણી કોમેન્ટ કરી છે. યૂઝરે લખ્યું કે તમારી તસ્વીર અને શબ્દોમાં એટલી જ સાદગી અને ઊંડાણ છે જે હમેશા દિલને સ્પર્શી જાય છે. કંઈ નવું ન હોય તો પણ દરેક વખતે નવી પ્રેરણા ચોક્કસ મળે છે. તમારી હાજરી પોતે જ એક મહાન સંદેશ છે. એકે લખ્યું કે ક્યારેક મૌન પણ ઘણું બધું કહી જાય છે.

કેબીસી દ્વારા માત્ર દર્શકોને જ જ્ઞાન નથી મળતું પરંતુ બિગ બી પણ અહીં એક મોટો પાઠ શીખવે છે. તાજેતરમાં, જ્યારે એક સ્પર્ધકે અપરિણીત મહિલાઓને બોજ ગણાવી હતી, ત્યારે બિગ બીએ તેને બધાની સામે ક્લાસ લીધો હતો. છોકરી ક્યારેય બોજ બની શકતી નથી. સ્ત્રીઓ મહાન છે.

હવે જો રિપોર્ટ્સનું માનીએ તો બિગ બી રજનીકાંતની ફિલ્મ વેદૈયાંમાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા બંને 32 વર્ષ પછી સાથે જોવા મળશે.