જાવેદ અખ્તરનું માનવું છે કે માધુરી દીક્ષિત અને શ્રીદેવી ટૅલન્ટેડ ઍક્ટ્રેસ હોવા છતાં ભૂતકાળમાં તેમને સ્ટ્રૉન્ગ રોલ્સ નહોતા મળ્યા. એનું કારણ એ છે કે સમાજ એ વખતે કન્ટેમ્પરરી મહિલાઓને લઈને સ્પષ્ટ નહોતો. જાવેદ અખ્તર અનેક મુદ્દાઓ પર પોતાની વાત માંડે છે. તેમણે ‘સાહિબ બીવી ઔર ગુલામ’માં મીનાકુમારી, ‘મધર ઇન્ડિયા’માં નર્ગિસ અને ‘ગાઇડ’માં વહીદા રહમાનના સશક્ત રોલનું ઉદાહરણ આપ્યું હતું.
માધુરી દીક્ષિત અને શ્રીદેવી વિશે જાવેદ અખ્તર કહે છે, ‘માધુરી દીક્ષિત અને શ્રીદેવી તેમના સમયમાં અન્ય હિરોઇન કરતાં ઓછી ટૅલન્ટેડ નહોતી, પરંતુ શું તેમને કદી મોટો રોલ મળ્યો? એવું નથી કે એ વખતે તેમના કોઈ દુશ્મન હતા. જોકે એ વખતે સમાજ કન્ટેમ્પરરી મહિલાઓને લઈને સ્પષ્ટ નહોતો. ફિલ્મ ‘મૈં ચૂપ રહૂંગી’ રિલીઝ થઈ, એમાં કોણે કામ કર્યું હતું એની કોઈને ખબર નથી.’