રાજ કપૂર (Raj Kapoor)ના પૌત્ર અને બૉલિવૂડ અભિનેતા આદર જૈન (Aadar Jain) ટૂંક સમયમાં તેની પ્રથમ ક્રશ અને ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી (Alekha Advani) સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. ગયા વર્ષે દિવાળી દરમિયાન આદરે પ્રેમિકા અલેખા સાથેના સંબંધોને સત્તાવાર બનાવ્યો હતો. હવે બંનેની સગાઈ (Aadar Jain Engagement) થઈ ગઈ છે. આદર જૈને એકદમ ફિલ્મી સ્ટાઇલમાં ગર્લફ્રેન્ડ અલેખા અડવાણીને પ્રપોઝ કર્યું છે.
જેની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે.
આદર જૈને તેની ગર્લફ્રેન્ડ અલેખા અડવાણીને દરિયા કિનારે લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. આદર અને અલેખાની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહી છે. ‘કૈદી બેન્ડ’ (Qaidi Band) ના અભિનેતાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દુલ્હન સાથે તેની સગાઈના ફોટા શેર કર્યા છે.
અહીં જુઓ આ ડ્રીમી પ્રપોઝલની તસવીરોઃ
આ તસવીરો ઇન્સ્ટાગ્રામ (Instagram) શેર કરતી વખતે આદર જૈને જણાવ્યું કે, અલેખા અડવાણીએ તેની પ્રથમ ક્રશ અને બેસ્ટ ફ્રેન્ડ છે. કેપ્શનમાં અભિનેતાએ લખ્યું છે કે, ‘મારી પ્રથમ ક્રશ, મારી શ્રેષ્ઠ મિત્ર અને હવે મારી ફૉરેવર.’ તેણે સાથે રિંગ અને હાર્ટ ઇમોજીસ પણ શેર કર્યા.
કપલની આ તસવીરો રોમાંસથી ભરપૂર છે. આદરે અલેખાને દરિયા કિનારે લાઇટથી ઘેરાયેલા હૃદયના આકારની અંદર પ્રપોઝ કર્યું છે. હાર્ટ શેપ પાસે `મેરી મી` લખેલું છે. આદર તેના ઘૂંટણે બેસી અને અલેખાને પ્રપોઝ કર્યું અને તેની લેડી લવને વીંટી પહેરાવી. તેણે અલેખાને પણ કિસ કરી. આ રોમેન્ટિક તસવીરો સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે.
પ્રપોઝલ સમયે કપલના ડ્રેસિંગે પણ ફેન્સનું ધ્યાન ખેચ્યુ છે. આદરે બ્લૂ લાઇનિંગ વાળો શર્ટ અને વ્હાઇટ પેન્ટ પહેર્યું છે, તો અલેખાએ યેલો લોન્ગ ડ્રેસ પર્હેયો છે. અલેખાએ સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું છે. જેની સાથે તેણે મેચિંગ સ્કાર્ફને તેના ગળામાં સ્કાર્ફની જેમ વીંટાળ્યો હતો. ગાઉનનો ઉપરનો ભાગ બોડી હગિંગ મિની ડ્રેસ છે, જ્યારે નીચેનો ભાગ એકદમ ફેબ્રિકનો બનેલો છે અને તેને હળવો ટ્રેઇલ લુક આપવા માટે હેમલાઇનમાં ફ્રિલ્સ ઉમેરવામાં આવ્યા છે. જેમાં અલેખાના બોડી કર્વ્સ અદ્ભુત લાગતા હતા, તેણે તેને શાનદાર રીતે સ્ટાઇલ પણ કરી હતી.
આદર જૈનની કઝીન રિદ્ધિમા કપૂર (Riddhima Kapoor), કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan), કરિશ્મા કપૂર (Karisma Kapoor), અંશુલા કપૂર (Anshula Kapoor) અને શનાયા કપૂર (Shanaya Kapoor) સહિત ઘણી સેલિબ્રિટીઓએ આદરને તેની સગાઈ માટે અભિનંદન પાઠવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આદર જૈન અલેખા પહેલા અભિનેત્રી તારા સુતારિયા (Tara Sutaria)ને ડેટ કરતો હતો. બંનેએ વર્ષ ૨૦૨૦માં તેમના સંબંધોને સત્તાવાર જાહેર કર્યા હતા. તારા દરેક તહેવાર કે ખાસ પ્રસંગે જૈન અને કપૂર પરિવાર સાથે જોવા મળતી હતી. પરંતુ જાન્યુઆરી ૨૦૨૩માં તારા અને આદરના બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. જોકે, બ્રેકઅપનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. બાદમાં નવેમ્બર ૨૦૨૩માં, આદર પ્રથમ વખત અલેખા સાથે જોવા મળ્યો હતો.