દૃષ્ટિ ધામી પહેલી વાર મમ્મી બનવાની છે, શૅર કરી બેબી-શાવરની તસવીરો

ગુજરાતી ઍક્ટ્રેસ દૃષ્ટિ ધામી પહેલી વાર મમ્મી બનવા જઈ રહી છે અને તેણે પોતાના બેબી-શાવરની તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. દૃષ્ટિએ ૨૦૧૫ની ૨૧ ફેબ્રુઆરીએ બિઝનેસમૅન નીરજ ખેમકા સાથે લગ્ન કર્યાં હતાં.

૪૦ વર્ષની દૃષ્ટિ છેલ્લે ગયા વર્ષે વેબ-સિરીઝ ‘દુરંગા’માં દેખાઈ હતી. દૃષ્ટિએ શરૂઆત મૉડલિંગ અને મ્યુઝિક-વિડિયોથી કરી હતી અને પછી ૨૦૦૭માં તે ટીવી-સિરિયલ ‘દિલ મિલ ગએ’થી અભિનયક્ષેત્રે પ્રવેશી હતી.

આ સિરિયલમાં તેણે ડૉ. મુસ્કાન ચઢ્ઢાનો રોલ કર્યો હતો. દૃષ્ટિએ ‘ગીત-હુઈ સબસે પરાઈ’, ‘મધુબાલા-એક ઇશ્ક એક જુનૂન’, ‘એક થા રાજા એક થી રાની’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે અને ૨૦૧૩માં તે ડાન્સ રિયલિટી શો ‘ઝલક દિખલા જા’માં વિજેતા બની હતી.