ટાઈગર શ્રોફ કામ વગરનો થઈ ગયો

સતત ફ્લોપ એક્ટરે ફી પણ ઘટાડી તોયે કોઈ કામ આપવા તૈયાર નથી

બડે મિયા છોટે મિયાં આ વર્ષની મચ અવેટેડ ફિલ્મોમાંથી એક હતી. ફિલ્મને બનાવવામાં 350 કરોડ રૂપિયાનું બજેટ લાગ્યું. આ હાઈઓક્ટેન એક્શન ફિલ્મમાં અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન અને સોનાક્ષી સિન્હા હતા. ફિલ્મ ડિઝાસ્ટર સાબિત થઈ. ફિલ્મ ફ્લોપ થતાં જ બંને એક્ટર અક્ષય અને ટાઈગરના કરિયર પર વધું ગ્રહણ લાગી ગયું.

મેગા બજેટમાં ફિલ્મ બનાવવી સક્સેસની ગેરેન્ટી હોતી નથી. ગત વર્ષે પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર આદિપુરુષ તેનું ઉદાહરણ છે. બોલીવુડ અને સાઉથ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એવી કેટલીય ફિલ્મો છે, જે મેગાબજેટ હોવા છતાં ડિઝાસ્ટર સાબિત થઈ. શાહરુખ ખાનની ઝીરો હોય કે પછી આમિર ખાનની ઠગ્સ ઓફ હિન્દુસ્તાન અથવા તો અક્ષય-ટાઈગરની બડે મિયાં છોટે મિયાં આ બધી ફ્લોપ થઈ.

બડે મિયાં છોટે મિયાં ફ્લોપ થવાની અસર અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ બંને પર દેખાઈ રહી છે. અક્ષયને ફરીથી કામ મળી રહ્યું છે, પણ ટાઈગર પાસે જે કામ હતું તે પણ છિવાઈ ગયું છે. તે પોતાની ફી ઘટાડી ચુક્યો છે.

ટાઈગર શ્રોફને બડે મિયા છોટે મિયાંથી ઘણી આશા હતી, પણ ફિલ્મ ફ્લોપ થતા જ તેની વેલ્યૂ ઘટી ગઈ. ટાઈગર એક ફિલ્મ માટે 9 કરોડ રૂપિયા લેતો હતો, જેમાંથી તેણે 3 કરોડ રૂપિયા ઓછી કરી દીધી.

ટાઈગર શ્રોફ ફિલ્મ હીરો નંબર 1માં એક્સ ગર્લફ્રેન્ડ દિશા પટણી સાથે લીડ રોલ નિભાવતો હતો. ફિલ્મનું શૂટિંગ શરુ થવાનું હતું પણ મેકર્સે આ ફિલ્મને કેન્સલ કરી દીધી છે અથવા આ ફિલ્મ હવે બની રહી નથી.

ટાઈગર શ્રોફે હીરો નંબર 1 માટે 6 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો. પણ ફી ઓછી કરવાનું પણ મેકર્સને પસંદ ન આવ્યું. તેણે ટાઈગર સાથે કામ કરવાની જ ના પાડી દીધી.

ટાઈગર પાસે હવે કોઈ ઓફર નથી.

ટાઈગર શ્રોફે સતત ત્રણ ફિલ્મો ફ્લોપ આપી છે. બડે મિયા છોટે મિયાં પહેલા તેની ગણપત પણ મેગા બજેટ હતી, જે ફ્લોપ સાબિત થઈ. તેની હીરોપંતી 2 પણ ફ્લોપ સાબિત થઈ. સતત ફ્લોપથી તેનું કરિયર બેસું ગયું છે.

જો કે, ટાઈગર શ્રોફ રોહિત શેટ્ટીની સિંઘમ અગેનમાં કોપના કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ક્યારનુંય પુરુ થઈ ચુક્યું છે. પણ કોઈ ટેકનિકલ કારણથી રિલીઝ અટકી ગઈ છે. પહેલા આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થવાની હતી, પણ હવે દિવાળી પર રિલીઝ થશે.