રિયલ લાઈફમાં 2 દિકરાનો બાપ છે વનરાજ, પત્ની સુંદરતામાં અનુપમાને આપે છે ટકકર

સુધાંશુ પાંડે બોલિવુડ ફિલ્મ, વેબ સિરીઝ, મ્યુઝિક વીડિયો, ટીવી સિરીયલ તેમજ તમિલ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે.સુધાંશુ પાંડે ચાર વર્ષથી સ્ટાર પ્લસની નંબર વન સીરિયલ ‘અનુપમા’નો ભાગ છે, પરંતુ હવે તેણે આ શો છોડી દીધો છે. તો આજે આપણે વનરાજના રિયલ પરિવાર વિશે વાત કરીશું.

ટીવી શો ‘અનુપમા’ને ચાહકોમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. જોકે, શોના ચાહકોનું દિલ ત્યારે તૂટી ગયું જ્યારે તાજેતરમાં સમાચાર આવ્યા કે વનરાજ શાહનું પાત્ર ભજવનાર સુધાંશુ પાંડેએ શોને અલવિદા કહી દીધું છે.

તો ચાલો આજે આપણે અનુપમાના શોના વનરાજના રિયલ લાઈફ પરિવાર તેમજ તેના કરિયર વિશે વાત કરીએ. 2 પુત્રોનો પિતા છે વનરાજ

સુપરહિટ ટીવી શો ‘અનુપમા’ TRP લિસ્ટમાં ટોપ પર છે, તેમ છતાં શોના કલાકારો તેને સતત અલવિદા કહી રહ્યાં છે. ભિનેતા સુધાંશુ પાંડેએ પણ શોમાંથી દૂર થયો છે. તો આજે આપણે વનરાજના રિયલ પરિવાર વિશે જાણીશું

સુધાંશુ પાંડેનો જન્મ 22 ઓગસ્ટ 1974 રોજ થયો છે. તે એક ભારતીય મોડલ, ફિલ્મ અને ટેલિવિઝન અભિનેતા, ગાયક, લેખક અને નિર્માતા છે. તે તેની કારકિર્દીમાં હિન્દી, તમિલ અને તેલુગુ ભાષાઓમાં અનેક ફિલ્મોમાં જોવા મળ્યો છે.

સુધાંશુએ પોતાના કરિયરની શરૂઆત 90ના દાયકાની શરૂઆતમાં મોડલિંગથી કરી હતી. તેમનો પ્રથમ ટેલિવિઝન શો કન્યાદાન હતો, જે 1998માં પ્રસારિત થયો હતો. તેમની પ્રથમ ફિલ્મ ખિલાડી 420 અક્ષય કુમાર સાથે સહ-મુખ્ય ભૂમિકામાં હતી.

1999માં સુંધાંશુએ પંકજ ઉધાસના આલ્બમમાં જોવા મળ્યો હતો. તે પછી, તે ભારતના પ્રથમ મ્યુઝિક બેન્ડ A Band of Boys નો ભાગ બન્યો હતો.પાંડે 2010 ના દાયકા દરમિયાન તમિલ સિનેમામાં પણ જોવા મળ્યો હતો, અને અજિત કુમાર અભિનીત બિલ્લા II (2012)માં મુખ્ય વિલનની ભૂમિકા ભજવી હતી. બાદમાં તેણે મેઘમાન (2014), ઇન્દ્રજીથ (2017) અને 2.0 (2018) માં ભૂમિકાઓ ભજવી, જે તેની રિલીઝ સમયે સૌથી મોંઘી ભારતીય ફિલ્મ હતી.

તમને જણાવી દઈએ કે, સુધાંશુને એક પ્રોડક્શન હાઉસ છે, જેનું નામ રો સ્ટોક પ્રોડક્શન પ્રાઈવેટ લિમિટેડ છે, જે હેઠળ તેણે 2018માં તેનો પહેલો એક મ્યુઝિક વીડિયો બનાવ્યો હતો.

સુધાંશુનો અનુપમામાં નેગેટિવ રોલ હતો, પરંતુ તેને ચાહકોનો ઘણો પ્રેમ મળ્યો છે.સુધાંશુ પાંડેએ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ કરીને પુષ્ટિ કરી હતી કે તે ‘અનુપમા’ છોડી રહ્યો છે.

અભિનેતા છેલ્લા 4 વર્ષથી આ સિરિયલ સાથે સંકળાયેલો હતો, પરંતુ હવે તેણે આ શોને અલવિદા કરવાનો નિર્ણય લીધો છે.

2020થી તે અનુપમા સિરીયલમાં વનરાજ શાહની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે, ચાર વર્ષ પછી ઓગસ્ટ 2024માં સીરિયલ છોડી દીધી છે.સુંધાશુંએ મોના પાંડે સાથે લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રો છે, નિર્વાણ અને વિવાન પાંડે.

2022માં તે અનુપમાની અગિયાર-એપિસોડની પ્રિક્વલ વેબ સિરીઝ અનુપમા: નમસ્તે અમેરિકામાં વનરાજ શાહની ભૂમિકા રજૂ કરી હતી. આ શો ડિઝની+ હોટસ્ટાર પર પ્રસારિત થયો હતો