KBC શોમાં અમિતાભ બચ્ચનને મળવા માટે 96 દિવસ સુધી ઉપવાસ રાખ્યા

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શોએ અત્યાર સુધીમાં 15 સીઝન પૂર્ણ કરી છે. હાલમાં આ શોની 16મી સીઝન અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે. આ શોએ ઘણા મધ્યમ વર્ગના પરિવારોને નવી આશા આપી છે. અત્યાર સુધી હજારો સ્પર્ધકો આ શોની હોટ સીટ પર બેઠા છે અને મોટાભાગના સ્પર્ધકોએ આ શોમાંથી સારી કમાણી પણ કરી છે. શરૂઆતથી જ આ શોમાં ઘણા સ્પર્ધકો આવ્યા છે.

પરંતુ પહેલીવાર KBC શોમાં એક ખેલાડી આવ્યો છે, જેણે અમિતાભ બચ્ચનને મળવા માટે 96 દિવસ સુધી ઉપવાસ રાખ્યા હતા.

કૌન બનેગા કરોડપતિ 16 ના એપિસોડમાં શ્રીમ શર્મા અમિતાભ બચ્ચનની સામે હોટસીટ પર બેઠા હતા. શ્રીમની માતાનું સપનું આ શોમાં જોડાવાનું હતું અને તેની માતાનું સપનું પૂરું કરવા માટે શ્રીમે કેબીસીના તમામ પડકારો પૂરા કર્યા અને અંતે તે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર પોહોચી ગયા. અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેઠા પછી શ્રીમ બિગ બી સાથે આ વાત શેર કરતી વખતે ભાવુક થઈ ગયા અને કહ્યું કે આખરે તેણે તેની માતાનું સપનું પૂરું કર્યું છે અને તે ખૂબ જ ખુશ છે. તેમજ આ વાતચીત દરમિયાન તેણે અમિતાભ બચ્ચન સામે પોતાના વિશે એક રસપ્રદ ખુલાસો પણ કર્યો હતો.

શ્રીમ વ્યવસાયે છે જ્યોતિષ

શ્રીમ વ્યવસાયે જ્યોતિષી છે. કેબીસી 16માં આવીને તેણે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસવા માટે 97 દિવસ સુધી ઉપવાસ રાખ્યા હતા. આ વ્રત દરમિયાન તેણે ખાવાનું પણ છોડી દીધું હતું. કારણ કે તે માનતા હતા કે જો તમે કોઈ મોટી સિદ્ધિ મેળવવાનું સપનું જોઈ રહ્યા છો. તો તમારે તેને પ્રાપ્ત કરવા માટે મોટો ત્યાગ કરવો પડશે. શ્રીમની વાત સાંભળ્યા પછી અમિતાભ બચ્ચને કેબીસીના સેટ પર શ્રીમની મનપસંદ મીઠાઈનો ઓર્ડર આપ્યો અને તેણે શ્રીમની રસમલાઈ ખવડાવીને ઉપવાસ તોડ્યો હતો.

ક્રિકેટર બનવાની ઈચ્છા હતી, પણ જ્યોતિષ બની ગયા

અમિતાભ બચ્ચન સાથે તેમના જીવન વિશે રસપ્રદ વાતો શેર કરતી વખતે શ્રીમે કહ્યું કે તે શરૂઆતથી જ ક્રિકેટર બનવા માંગતો હતો. પોતાના સપનાને સાકાર કરવા માટે તેણે ઘણી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ તેમની સાથે એક અકસ્માત સર્જાયો હતો જેમાં ઈજાને કારણે તેણે પોતાનું સપનું ભૂલી જવું પડ્યું હતું. શ્રીમનો પરિવાર જ્યોતિષના ક્ષેત્રમાં છે અને તેથી જ તેણે પણ જ્યોતિષમાં પોતાનું કરિયર બનાવવાનું નક્કી કર્યું અને 97 દિવસના ઉપવાસ દરમિયાન શ્રીમ માત્ર ફળો ખાઈને પસાર કર્યા હતા. પરંતુ હવે તેઓ ફરીથી ભોજન લેવાનું ચાલુ કરી દેશે. અમિતાભ બચ્ચન પણ તેમની વાત સાંભળીને થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયા હતા.