પાંસળીઓમાં ઇજા હોવા છતાં સિકંદરના શુટીંગમાં સલમાન વ્યસ્ત

સલમાન ખાન આ દિવસોમાં સિકંદર મુવીનું શૂટિંગ કરી રહ્યો છે. સલમાન ખાનને પાંસળીઓમાં ઇજા થઇ છે. ફિલ્મનાં સેટ પરથી સલમાન ખાનની તસવીર સામે આવી છે.સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને જાતજાતની ચર્ચાઓ થઇ રહી છે. જો કે લેટેસ્ટમાં સલમાન ખાનની એક તસવીર સામે આવે છે જે ‘સિકંદર’થી છે. જો કે આ પરથી એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ બની રહી છે.

ખાસ વાત તો એ છે કે ફિલ્મ વર્ષ 2025 માં ઇદનાં દિવસે રિલીઝ થશે. ફિલ્મનાં સેટ પરથી સામે આવેલી તસવીર પરથી ફેન્સ આ મુવીને લઇને સુપર એક્સાઇટેડ થઇ ગયા છે. ફિલ્મ માટે 45 દિવસનો શૂટિંગ શેડ્યુઅલ પણ રાખવામાં આવ્યું છે જે આ વર્ષે જૂન મહિનામાં શરૂ થયુ હતુ.

સિકંદર’ માં એક મોટો એક્શન રોલ હશે જે સલમાન ખાનની સાથે સી લેવલથી 33,000 ફીટ ઉપર એક પ્લેનની અંદર શૂટ કરવામાં આવ્યો છે. મેકર્સે સેટ પરથી એક્સક્લુસિવ તસવીર શેર કરી છે. ટીમ હાલમાં 45 દિવસોનાં શૂટિંગ શેડ્યુઅલ પર કામ કરી રહી છે અને ત્યારબાદ એ હૈદરાબાદનાં એક મહેલમાં જશે.

સલમાનને ઇજા હોવા છતાં કરી રહ્યો છે શૂટિંગ
ફિલ્મ માટે ધારાવી અને માટુંગા જેવા સેટ બનાવવામાં આવે છે. સલમાન ખાનને પાંસળીઓમાં ઇજા થઇ છે તેમ છતાં શૂટિંગ કરી રહ્યો છે. જો કે આ વાત પરથી સ્પષ્ટ થઇ રહ્યો છે કે, સાજિદ નડિયાદવાલા ડાયરેક્ટર એ આર મુરુગાદોસ અને સુપરસ્ટાર સલમાન ખાનનો સહયોગ રિયલમાં કંઇક દમદાર લઇને આવવા માટે તૈયાર છે.

સિંકદર ઇદ 2025 માં રિલીઝ થશે. ફેન્સ ઇદ અને ઇદનાં દિવસે સલમાન ખાનની ફિલ્મને લઇને ફેન્સ સુપર એક્સાઇટેડ છે. ઇદનાં દિવસે રિલીઝ થનારી સલમાન ખાનની ફિલ્મને બ્લોકબસ્ટર માનવામાં આવે છે. જો કે ગયા વર્ષે સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઇ કિસી જાન કંઇ ખાસ કમાલ કરી શકી નહોતી. ફિલ્મએ બોક્સ ઓફિસ પર માત્ર 125 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતુ. આ ફિલ્મનાં ટીઝરથી લઇને ટ્રેલર જોવા માટે ફેન્સ ઉત્સુક્તા છે.