અક્કીને મળ્યો ‘સ્ત્રી 2’માંથી બોધપાઠ, હવે નવો બ્લાસ્ટ કરવાની તૈયારી

ફિલ્મમેકર પ્રિયદર્શન સાથે મળી હોરર કોમેડી ફિલ્મ બનાવશેબોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર માટે વર્ષ 2024 બોક્સ ઓફિસની દૃષ્ટિએ અત્યાર સુધી સારું રહ્યું નથી. આ વર્ષે અત્યાર સુધીમાં અક્ષયની એક પછી એક ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે અને ત્રણેય ફિલ્મો બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ છે.

સતત ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ હવે અક્ષય કુમારે એક મોટો નિર્ણય કર્યો છે.

તે તેના જન્મદિવસ પર તેના તમામ ચાહકોને મોટી ભેટ આપી શકે છે.

પહેલી ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ફ્લોપ રહી હતી. પછી આવી ‘સરફિરા’ અને તાજેતરમાં રિલીઝ થયેલી ‘ખેલ ખેલ મેં’એ પણ દર્શકોને નિરાશ કર્યા. પરંતુ અક્ષય ‘સ્ત્રી 2’માં જબરદસ્ત કેમિયો કરતો જોવા મળ્યો હતો. દરમિયાન, હવે એવા અહેવાલો છે કે સ્ત્રી 2 થી પાઠ લઈને અક્ષય એક મોટું પગલું ભરવા જઈ રહ્યો છે. તે તેના જન્મદિવસ પર તેના ચાહકોને ખાસ ભેટ આપી શકે છે.

અક્ષય-પ્રિયદર્શનની જોડી ફરી ધૂમ મચાવશે
પ્રખ્યાત ફિલ્મમેકર પ્રિયદર્શને ખુલાસો કર્યો છે કે તે અક્ષય સાથે એક હોરર કોમેડી ફિલ્મ બનાવવા જઈ રહ્યો છે. અક્ષય અને પ્રિયદર્શન 14 વર્ષ પછી ફરી સાથે કામ કરશે. અક્ષય અને પ્રિયદર્શનની જોડીએ ‘હેરા ફેરી’, ‘ભૂલ ભુલૈયા’ અને ‘ગરમ મસાલા’ જેવી ફિલ્મો આપી છે. હવે ફરી એકવાર અક્ષય અને પ્રિયદર્શન ધૂમ મચાવનાર છે.અક્ષય અને પ્રિયદર્શનની આ આગામી ફિલ્મનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ અક્ષય કુમારના જન્મદિવસ (9 સપ્ટેમ્બર) પર ચાહકોને મોટી ભેટ મળી શકે છે. મિડ ડેના અહેવાલ અનુસાર, આ હોરર કોમેડી ફિલ્મનું ટીઝર 9 સપ્ટેમ્બરે અક્ષયના 57માં જન્મદિવસના ખાસ અવસર પર રિલીઝ થઈ શકે છે. હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીતમાં પ્રિયદર્શને પુષ્ટિ કરી કે આ ફિલ્મ કાળા જાદુ પર આધારિત હશે. એકતા કપૂર તેને પ્રોડ્યુસ કરશે.

ઇન્ટરવ્યુમાં પ્રિયદર્શને અક્ષય કુમાર સાથેના તેના બોન્ડિંગ વિશે કહ્યું, ‘અક્ષય સાથે કામ કરવું હંમેશા સારું છે, અમારી એકબીજા સાથેની પહેલી ફિલ્મથી લઈને અત્યાર સુધી બધું જ સારું રહ્યું છે. તે ફિલ્મો દરમિયાન ઈમોશન્સને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરે છે. અક્ષય સાથે કમબેક કરવા માટે હું ઘણા સમયથી એક સારા વિષયની શોધમાં હતો અને હવે મને લાગે છે કે આ એક સારો વિષય છે.