પંજાબી ગાયક એપી ઢીલ્લોનના કેનેડા ઘરની બહાર ફાયરિંગ, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી

જાણીતા પંજાબી સિંગર એપી ઢીલ્લોનના કેનેડાના ઘરની બહાર ફાયરિંગની ઘટનાના સમાચાર સામે આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ આ મામલે તપાસ કરી રહી છે. આની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આને લગતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

સલમાન ખાન સાથે ‘ઓલ્ડ મની’ મ્યુઝિક આલ્બમમાં જોવા મળેલા ઈન્ડો-કેનેડિયન રેપર-સિંગર એપી ઢીલ્લોન સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાયકના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું છે.

જ્યાં ફાયરિંગની ઘટના સામે આવી છે તે એપી ઢીલ્લોનનું ઘર કેનેડામાં છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી, પરંતુ ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે.