270 કરોડમાં વેચાયા ઓટીટી રાઇટ્સ, ફિલ્મના બજેટનો અડધો ખર્ચ નીકળી પણ ગયો‘પુષ્પા 2’ આ વર્ષે 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને ફિલ્મના ઓટીટી રાઇટ્સ રિલીઝના ઘણા મહિના પહેલા વેચાઈ ગયા છે. આ ડીલ સાથે નિર્માતાઓએ ફિલ્મના બજેટનો અડધો ખર્ચ કાઢી લીધી છે.
આ વર્ષે ઘણી મોટી ફિલ્મો આવી રહી છે અને આમાંથી એક છે અલ્લુ અર્જુનની પાન ઈન્ડિયા ફિલ્મ ‘પુષ્પા 2’.
આ ફિલ્મની તો લગભગ દરેક દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એવામાં હવે ‘પુષ્પા 2’ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ ફિલ્મના ઓટીટી રાઇટ્સ વેચાઈ ગયા છે અને તેની સાથે જ ફિલ્મના બજેટનો અડધો ખર્ચ નીકળી ગયો છે.
‘પુષ્પા 2’ આ વર્ષે 6 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે અને ફિલ્મના ઓટીટી રાઇટ્સ રિલીઝના ઘણા મહિના પહેલા વેચાઈ ગયા છે. ફિલ્મ ‘પુષ્પા 2’ એ આ ડીલ સાથે તેના અડધા બજેટના પૈસા કમાઈ લીધા છે. રીપોર્ટ અનુસાર નેટફ્લીક્સએ ‘પુષ્પા 2’ના ઓટીટી રાઇટ્સ ખરીદ્યા છે.
ફિલ્મના નિર્માતા અને નેટફ્લિક્સ વચ્ચે કરોડોની ડીલ સાઈન કરવામાં આવી છે અને નેટફ્લિક્સે તમામ ભાષાઓમાં તેની પોસ્ટ થિયેટર રિલીઝના રાઇટ્સ પણ ખરીદ્યા છે. રીપોર્ટ અનુસાર નેટફ્લિક્સે ‘પુષ્પા 2’ માટે નિર્માતાઓને 270 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મનું બજેટ લગભગ 500 કરોડ રૂપિયા છે.
આ રીતે ‘પુષ્પા 2’ ડિજિટલ રાઈટ્સના સંદર્ભમાં સૌથી મોંઘી ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ થઈ ગઈ છે. ‘પુષ્પા 2’ અગાઉ 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. એ બાદ ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. હવે દર્શકો આ ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
પુષ્પા 2: ધ રૂલ એ અલ્લુ અર્જુનની 2021માં આવેલી ફિલ્મ પુષ્પાઃ ધ રાઇઝની સિક્વલ છે. આ ફિલ્મ 6 ડિસેમ્બર, 2024ના રોજ મોટા પડદા પર આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુન, ફહદ ફાસિલ, રશ્મિકા, ધનંજય, જગદીશ પ્રતાપ બંદરી, રાવ રમેશ, અજય, સુનીલ, અનસૂયા ભારદ્વાજ પણ જોવા મળશે.