‘સ્ત્રી – 2’ એ 500 કરોડ રૂપિયાનો માઇલ સ્ટોન પાર કર્યો

શ્રધ્ધા કપુર અને રાજકુમાર રાવને ચમકાવતી ‘સ્ત્રી-2’એ રવિવારે 500 કરોડ રૂપિયાનો માઇલસ્ટોન પાર કરી લીધો છે. એટલું જ નહીં. આ ફિલ્મ શાહરૂખ ખાનની ‘જવાન’ની લગોલગ ચાલી રહી છે.

‘જવાન’એ અઢારમાં દિવસે 500 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ‘સ્ત્રી-2’એ 14 ઓગસ્ટની રાતના પેઇડ પ્રીવ્યુઝ ઉપરાંતના 18 દિવસમાં આ સીમાચિહન સર કર્યુ છે.

500 કરોડ રૂપિયાનો બિઝનેસ કરીને ‘સ્ત્રી-2’ હવે ‘જવાન’, ‘ગદર 2’, ‘પઠાણ’, હિન્દી ‘બાહુબલી 2’ અને ‘એનિમલ’ની કક્ષામાં આવી ગઇ છે. આ ઉપરાંત ‘સ્ત્રી-2’એ હિન્દી ‘બાહુબલી-2’એ 7 વર્ષ પહેલા રચેલો ત્રીજા વીક-એન્ડના કલેકશનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

હિન્દુ ‘બાહુબલી-2’એ ત્રીજા વીક-એન્ડમાં 42.55 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જયારે ‘સ્ત્રી-2’એ ત્રીજા વીક-એન્ડમાં 48.7પ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

રવિવારના અંતે ‘સ્ત્રી-2’એ ભારતમાં કુલ 502.35 કરોડ રૂપિયાનું નેટ બોકસ-ઓફિસ કલેકશન કર્યુ છે. હવે એ જોવાનું છે કે ‘જવાન’ના ભારતના 643.87 કરોડ રૂપિયાના લાઇફટાઇમ કલેકશનને આંબેને સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની શકે છે કે નહીં.