અમે પરફેક્ટ પેરેન્ટ નથી, મા બનવા પર અનુષ્કા શર્માએ કહ્યું – તમારું બાળક તમને જોઈને જ શીખે છે

બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ થોડા સમય પહેલા જ તેમના બીજા બાળકને જન્મ આપ્યો છે. ત્યારે પેરેન્ટિંગને લઈને ખુલીને વાત કરી હતી કે તેઓ તેમના બન્ને બાળકોનો ઉછેર કેવી રીતે કરી રહ્યા છે.

અનુષ્કાએ સ્લર્પ ફાર્મના યસ મોમ્સ એન્ડ ડેડ્સ ઈવેન્ટમાં જણાવ્યું કે અમે પરફેક્ટ પેરેન્ટ નથી. અને આ વાત અમારે પણ માનવી પડશે.

પોતાના બાળકોને સમજાવવું પડશે કે અમે પરફેક્ટ પેરેન્ટ નથી. અમારામાં પણ ખામીઓ છે. તમે તમારા બાળકોની કલ્પના પ્રમાણેના પેરેન્ટ ન બની શકો તો ? એટલે તમારે તમારી ભૂલોને માની લેવી જોઈએ, જેનાથી વસ્તુઓ સરળ બની જાય છે.

અનુષ્કાએ જણાવ્યું કે મારી દીકરી ઘણી નાની છે. અને આ દરમિયાન તેને કંઈ પણ વસ્તુ શીખવાડતાં પહેલા તમારે પણ એ વસ્તુ શીખવી પડશે, કરવી પડશે. તમારું બાળક તમને જોઈને જ શીખે છે. તમારે બાળક જેવા બનીને તેને શીખવાડવું પડે છે. તમે પોતાની જાતને બદલો અને પોતાના બાળકોના બાળપણને જીવો. તે આપોઆપ સારો માણસ બની જશે.