શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર જોરદાર પ્રદર્શન કરી રહી છે. લગભગ અત્યાર સુધી તેણે 500 કરોડનો વકરો કરી લીધો છે. ત્યારે હવે બોક્સ ઓફિસ બાદ આ ફિલ્મ ઓટીટી પર ધુમ મચાવવા આવી રહી છે.
જો તમે સ્ત્રી 2 ને જોયા પછી ફરી વાર તેને ઓટીટી પર જોવા માંગો છો તો તમારા માટે આ ગુડ ન્યુઝ છે કે 27 સપ્ટેમ્બરથી સ્ત્રી 2નું Amazon Prime Video સ્ટ્રીમિંગ થઈ શકે છે.
જો કે હજી મેકર્સ દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે છ વર્ષ બાદ સ્ત્રીની સિક્વલ આવી છે. તે રિલીઝના આટલા દિવસો બાદ પણ ધૂમ મચાવી રહી છે. અમર કૌશિક નિર્દેશિત આ ફિલ્મમાં અક્ષય કુમારના કેમિયોએ સૌને ચોંકાવી દીધા હતા. ઉપરાંત વરૂણ ધવનનો પણ કેમિયો હતો.