શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ ‘સ્ત્રી 2’ 500 કરોડના ક્લબમાં સામેલ થયા પછી પણ સારું પ્રદર્શન કરી રહી છે. આ વર્ષની પહેલી સૌથી મોટી હિટ ફિલ્મ બની છે. આ સાથે તેણે ભારતની પ્રથમ હોરર-કોમેડી ફિલ્મ બનીને ઈતિહાસ પણ રચ્યો, જે 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે. સ્ત્રી 2 તેના ચોથા સપ્તાહમાં છે અને હજુ પણ સારી કમાણી કરી રહી છે.
હવે ફિલ્મની 24મા દિવસની કમાણીનો આંકડો પણ સામે આવ્યો છે. આવો જાણીએ આજે ફિલ્મે કેટલા કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું.
અમર કૌશિક દ્વારા દિગ્દર્શિત શ્રદ્ધા કપૂર અને રાજકુમાર સ્ટારર ફિલ્મ સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. પ્રથમ દિવસથી, ફિલ્મે થિયેટરોમાં પોતાની જાતને મજબૂત રીતે સ્થાપિત કરી છે. 15 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે બમ્પર ઓપનિંગ કરી હતી. આ ફિલ્મે પ્રી-પેઇડ પ્રીવ્યૂમાં રૂપિયા 8.5 કરોડ અને પ્રથમ દિવસે રૂપિયા 51.8 કરોડ સાથે તેનું ખાતું ખોલ્યું હતું. આ સાથે ફિલ્મે પહેલા અઠવાડિયામાં 291.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
બીજા અઠવાડિયે પ્રવેશતા, ફિલ્મે તેની મજબૂત કમાણી ચાલુ રાખી. ફિલ્મે બીજા સપ્તાહમાં પણ સારું પ્રદર્શન કરીને 141.4 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ વીકેન્ડમાં પણ ફિલ્મે સારી કમાણી કરી હતી. શનિવારે એટલે કે 17માં દિવસે ફિલ્મે 16.5 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે રવિવારે એટલે કે 18માં દિવસે 22 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
19માં દિવસે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફિલ્મે તે દિવસે 6.75 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે 20માં દિવસે 5.5 કરોડ અને 21માં દિવસે 5.6 કરોડની કમાણી કરી હતી. 22માં દિવસે ફિલ્મે 5.35 કરોડની કમાણી કરી હતી અને 500 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. 23માં દિવસે ફિલ્મે ઘટાડા સાથે 4.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, પરંતુ આજે સપ્તાહના અંતે ફિલ્મની કમાણીમાં ફરી ઉછાળો આવ્યો હતો. શનિવારે એટલે કે 24માં દિવસે ફિલ્મે 6.14 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
કુલ કલેક્શનની વાત કરીએ તો ‘સ્ત્રી 2’એ અત્યાર સુધીમાં 513.89 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો આ વખતે ચંદેરી ગામ સરકટાનો આતંકનો સામનો કરી રહ્યું છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાના જેવા અન્ય કલાકારો સાથે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ પણ મુખ્ય ભૂમિકામાં છે.