Akshay Kumar એ ડરામણા પોસ્ટર સાથે ગણેશ ચતુર્થીની શુભકામનાઓ આપી, પોતાના જન્મદિવસ પર કરશે ખુલાસો

ખેલ ખેલ મેં ફિલ્મમાં કમબેક કરવાની કોશિશ કરવાર અક્ષય કુમારની એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. ગણેશ ચતુર્થીના ખાસ અવસર પર તેમણે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપ્યું છે.

અક્ષય કુમારે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ગણેશ ચતુર્થીની શુભકામનાઓ સાથે નવી ફિલ્મની જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાના બર્થ ડે 9 સપ્ટેમ્બર પર તેઓ ફિલ્મને લઈને મોટી જાહેરાત કરશે.

પોસ્ટરમાં જોઈ શકાય છે કે એક દાનવનો ચહેરો દેખાઈ રહ્યો છે. જે તમારા રુવાટા ઉભા કરી દેશે. જો કે હજી સુધી તેના નામ અને કાસ્ટને લઈને કોઈ જાણકારી સામે આવી નથી.