અંબાણી હાઉસ એેન્ટીલિયામાં ગણપતિ બાપ્પા પધાર્યા, અનંત અંબાણી – રાધિકા મર્ચન્ટે પરિવાર સહિત કર્યું સ્વાગત

કોઈ પણ ખાસ પ્રસંગે અંબાણી હાઉસ એેન્ટીલિયાને એક અનોખો જ શણકાર કરવામાં આવે છે. આ પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન વખતે એેન્ટીલિયામાં ચાર ચાંદ લાગી ગયા હતા. ત્યારે ગણેશ ચતુર્થીના અવસર પર એેન્ટીલિયા ફરી દીપી ઉઠ્યું છે.

અનંત અને રાધિકાના લગ્ન બાદ પહેલી વાર ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે.

ત્યારે આ પ્રસંગે ગણપતિ બપ્પા અંબાણી પરિવારના ઘરે પધાર્યા છે. જેની ભવ્ય ઉજવણી થઈ રહી છે. તેની ઝલક દર્શાવતો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં અનંત અને રાધિકા સમગ્ર પરિવાર સહિત ગણપતિ બાપાનું સ્વાગત કરતાં નજરે પડે છે.