ADVERTISEMENT
ADVERTISEMENT

આવી રહી છે મોટી ગુડ ન્યૂઝ ! રણવીર સિંહ દીપિકા પાદુકોણ સાથે હોસ્પિટલ પહોંચ્યો,

ટૂંક સમયમાં જ પ્રેગ્નન્ટ દીપિકા પાદુકોણના ઘરમાં ખુશી છવાઈ જશે. શનિવારે દીપિકા તેના પતિ રણવીર સિંહ સાથે હોસ્પિટલ પહોંચી હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા ડિલિવરી માટે હોસ્પિટલ પહોંચી છે. રણવીર સિંહની માતા અને બહેન પણ હોસ્પિટલ પહોંચી ગયા છે.

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ અને તેનો પતિ રણવીર સિંહ શનિવારે મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

પ્રેગ્નેન્ટ દીપિકાની કાર હોસ્પિટલ પહોંચતા જ તેના માતા બનવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. તમામ રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે દીપિકા ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ થવા પહોંચી છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

વાસ્તવમાં દીપિકા પાદુકોણની ડિલિવરી સપ્ટેમ્બરમાં જ થવાની છે. દીપિકા પાદુકોણે પોતે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ માહિતી આપી હતી. અભિનેત્રીએ આ વર્ષે 28 ફેબ્રુઆરીએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા તેની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. બાળકોના કપડાં અને રમકડાંથી ભરેલા કાર્ડમાં દીપિકા રણવીરનું નામ લખેલું હતું. તેની સાથે લખ્યું હતું – “સપ્ટેમ્બર 2024.”

ADVERTISEMENT
ADVERTISEMENT