અક્ષય કુમારે તેના જન્મદિવસ પર નવી ફિલ્મની જાહેરાત કરી, 14 વર્ષ બાદ પ્રિયદર્શન સાથે કરશે કામ; જુઓ VIDEO

આજે બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર તેનો 57મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અક્ષયનો જન્મ 9 સપ્ટેમ્બર 1967ના રોજ અમૃતસરમાં થયો હતો. અભિનેતાએ તેના બોલિવૂડ કરિયરમાં ઘણી સફળો ફિલ્મો આપી છે. ત્યારે આજે અભિનેતાએ તેના જન્મદિવસના ખાસ અવસરે એક નવી ફિલ્મની જાહેરાત કરી છે. અક્ષય કુમારે વીડિયો પણ શેર કર્યો છે.

અક્ષય કુમારે X પર પોસ્ટ વીડિયો શેર કરતા લખ્યું કે, ‘મારા જન્મદિવસ પર, દર વર્ષેની જેમ આ વર્ષે પણ તમારા પ્રેમ બદલ આભાર! ‘ભૂત બંગલા’ના ફર્સ્ટ લુક સાથે આ વર્ષની ઉજવણી! હું 14 વર્ષ પછી ફરી પ્રિયદર્શન સાથે જોડાવા માટે ઉત્સાહિત છું. આ સ્વપ્ન સહયોગ લાંબા સમયથી આવી રહ્યો હતો… તમારી સાથે આ અતુલ્ય પ્રવાસ શેર કરવા માટે રાહ જોઈ શકતો નથી. જાદુ માટે જોડાયેલા રહો!’

અક્ષય કુમાર અને પ્રિયદર્શનની આ એક હોરર-કોમેડી ફિલ્મનું નામ ‘ભૂત બંગલા’ છે. આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે. જ્યારે ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થશે. આ ફિલ્મને અક્ષય કુમાર, શોભા કપૂર અને એકતા કપૂર પ્રોડ્યૂસ કરી રહ્યા છે.