પુષ્પા 2 માં આ વખતે પણ જોવા મળશે આઈટમ સોંગ? આ અભિનેત્રી બતાવી શકે છે પોતાનો જાદુ

અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ની રિલીઝની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ સાથે જોડાયેલી દરેક માહિતી માટે, ફેન્સ અપડેટ્સ પર નજર રાખે છે. જેમ જેમ ‘પુષ્પા 2’ની રિલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ દર્શકોમાં ફિલ્મનો ક્રેઝ વધી રહ્યો છે. ફિલ્મનું ટીઝર, ટ્રેલર અને સોંગ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે, અગાઉની ફિલ્મ ‘પુષ્પા’ના ધમાકેદાર આઈટમ સોંગ ‘અંટવા’ ની જેમ આ વખતે પણ તમામ ફેન્સને ડેશિંગ આઈટમ નંબરની અપેક્ષા છે.

અલ્લુ અર્જુન અને ‘પુષ્પા 2’ના ફેન્સ આ વખતે પણ ધમાકેદાર આઈટમ સોંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘પુષ્પા 1’માં સામંથા રુથ પ્રભુના ‘અંટવા’ સોંગ જોઈને ફેન્સને પરસેવો છૂટી ગયો હતો. આ વખતે સામંથાની જગ્યાએ કઈ અભિનેત્રી પોતાના હોટ ડાન્સ મૂવ્સથી ફેન્સના દિલ જીતશે. તેનો ફેંસલો લગભગ થઈ ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વખતે સામંથાની જગ્યાએ ‘ભૂલ ભૂલૈયા 3’ની અભિનેત્રી તૃપ્તિ ડિમરી ‘પુષ્પા 2’માં એક ખાસ સોંગ દ્વારા લોકોના હોશ ઉડાવી શકે છે અથવા તો એ પણ શક્ય છે કે આ વખતે તે ‘પુષ્પા 2’માં ખતરનાક અને સેન્સેશનલ આઇટમ સોંગ કરે. જો કે, હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આ ફિલ્મ 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.

તેમાં કોઈ શંકા નથી કે ‘પુષ્પાઃ 2 ધ રૂલ’ આ વર્ષની ભારતીય સિનેમાની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક છે. ફિલ્મ ‘પુષ્પા’એ બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી હતી. હવે, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ચાહકોની નજર આઈટમ સોંગ પર છે. સોશિયલ મીડિયા પર આ વખતે જોરદાર ચર્ચા ચાલી રહી છે કે આ વખતે કઈ અભિનેત્રી ‘પુષ્પા 2’ના ગીતથી ધૂમ મચાવશે.

જો કે, આ સોંગમાં કઈ હિરોઈન ડાન્સ કરશે તે હજુ નક્કી થયું નથી, પરંતુ અલ્લુ અર્જુન સાથે ડાન્સ કરવા માટે જાહ્નવી કપૂર અને તૃપ્તિ ડિમરીનું નામ વિચારવામાં આવી રહ્યું છે. ફિલ્મ વર્તુળોમાં એવી ચર્ચા છે કે આ ગીતમાં ધૂમ મચાવવા માટે મેકર્સે ‘એનિમલ’ ફેમ તૃપ્તિ ડિમરીનું નામ લગભગ ફાઇનલ કરી દીધું છે. પરંતુ જ્યાં સુધી તેની સત્તાવાર પુષ્ટિ ન થાય ત્યાં સુધી કંઈ કહી શકાય નહીં. સુકુમાર ‘પુષ્પા 2’નું દિગ્દર્શન કરી રહ્યા છે, જેનું સંગીત ડીએસપી દ્વારા આપવામાં આવ્યું છે.