ADVERTISEMENT
ADVERTISEMENT

એક સમયે કંગનાના જે બંગલામાં બુલડોઝર ચાલ્યું હતુ ‘તે બંગલો કરોડમાં વેચાયો, હવે કોણ છે માલિક જાણો

ઈમરજન્સીની રિલીઝ પર થઈ રહેલા વિવાદ વચ્ચે કંગના સાથે જોડાયેલ એક સમાચાર ચર્ચામાં છે. કહેવામાં આવી રહ્યું છે કે, કંગનાએ મુંબઈના સૌથી પોશ વિસ્તારમાં સ્થિત પોતાનો બંગલો 32 કરોડ રૂપિયામાં વેચી દીધો છે. કંગનાએ આ બંગલો 2017માં ખરીદ્યો હતો.

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સીને લઈ ચર્ચામાં છે. શરુઆતથી આ ફિલ્મ વિશે વાત થઈ રહી હતી.

પરંતુ જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે તે સતત વિવાદમાં આવી છે. આ તમામ વચ્ચે એક મહત્વના સમાચાર એ આવી રહ્યા છે કે, કંગના મુંબઈ સ્થિત પોતાનો બંગલો વેચી દીધો છે. જાણકારી મુજબ અભિનેત્રીએ આ બંગલો 7 વર્ષ પહેલા ખરીદ્યો હતો. આ બંગલો અનેક વર્ષોથી વિવાદોમાં છે.

કંગનાએ વર્ષ 2017માં 20 કરોડમાં ખરીદ્યો

કંગનાનો બંગલો વેચવાનો જવાબદારી Zapkeyના રજિસ્ટ્રેશન ડોક્યૂમેન્ટ દ્વારા જાણ થઈ છે. ડોક્યુમેન્ટ મુજબ આ બંગલો જેમણે ખરીદ્યો છે તે કમલિની હોલ્ડિંગ્સમાં પાર્ટનર છે. રિપોર્ટ મુજબ કંગનાનો આ બંગલો મુંબઈના બાંદ્રા પાલી હિલ વિસ્તારમાં છે. ડોક્યુમેન્ટ મુજબ આ બંગલો 32 કરોડ રુપિયામાં વેચી દીધો છે. કંગનાએ વર્ષ 2017માં 20 કરોડમાં ખરીદ્યો હતો. કંગનાનો બંગલો 3,075 સ્કવાયર ફીટમાં ફેલાયેલો છે. આ બંગલો શ્વેતા બથીજાએ ખરીદ્યો છે. જે કમલિની હોલ્ડિંગ્સ પાર્ટનર છે. શ્વેતા તમિલનાડુની કોયમ્તુરની રહેવાસી છે.

તમને જણાવી દઈએ કે,પાલી હિલ મુંબઈનો પોશ વિસ્તાર છે. અહિ અનેક બોલિવુડ સ્ટારના બંગલા આવેલા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

કંગનાના બંગલાને લઈ થઈ ચૂક્યો છે વિવાદ

કંગનાનો આ બંગલો લાંબા સમયથી વિવાદમાં રહ્યો છે. વર્ષ 2020માં BMCએ ગેરકાયદે બાંધકામને લઈ તેના કેટલાક ભાગોને તોડી પાડ્યો હતો. વર્ષ 2023માં એક ઈન્ટરવ્યુમાં કંગનાએ જણાવ્યું હતું કે ,થોડા સમય પછી કહેવામાં આવ્યું હતું કે આ તોડફોડ માટે વળતર આપવામાં આવશે.પરંતુ પ્રોસેસ ક્યારે પણ આગળ વધી નહિ, તમને જણાવી દઈએ કે,કંગનાએ મુંબઈના અંધેરી વિસ્તારમાં 1.56 કરોડ રુપિયામાં એક ઓફિસ ખરીદિ છે. પરંતુ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

ઈમરજન્સી પર શું ચાલી રહ્યો છે વિવાદ

ADVERTISEMENT
ADVERTISEMENT

કંગનાની અપકમિંગ ફિલ્મ ઈમરજન્સની વાત કરીએ તો આ ફિલ્મ 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની હતી પરંતુ અકાલ તખ્ત અને શિરોમણિ ગુરુદ્વારા સમિતિ સહિત શિખ ઓર્ગેનાઈઝેશને આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. ફિલ્મમાં કેટલાક બદલાવ બાદ સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. હજુ સુધી ફિલ્મની કોઈ નવી રિલીઝ ડેટ સામે આવી નથી.