ગણેશ વિસર્જનમાં ડાન્સ કરતાં-કરતાં સલમાન ખાનને પાંસળીમાં થયો દુખાવો, શેર કર્યો VIDEO

સલમાને થોડાં દિવસો પહેલાં ફેન્સ સાથે એ વાત શેર કરી હતી કે એક ફિલ્મનાં શૂટિંગ દરમિયાન ઇજા થઇ છે. બન્ને પાંસળીઓ તૂટી ગઇ છે. લેટેસ્ટમાં સલમાન ખાનનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોયા પછી ફેન્સ સલમાનને લઇને ચિતિંત છે. વીડિયોમાં સલમાન ખાનને જોયા પછી એવું લાગી રહ્યું છે કે પાંસળીઓમાં થતાં દુખાવાને કારણે સલમાન ખાન હજુ પણ તકલીફમાં છે.

વાત જાણે એમ છે કે ઘરમાં માહોલ ગણેશ વિસર્જન હતો. ઘરમાં ઢોલ નગારાની સાથે સલમાન ખાન નાચતો જોવા મળ્યો. ત્યારે અચાનક ઇજા થયેલી પાસળીઓ પર હાથ મુક્યો. જો કે આ વીડિયો જોયાં પછી ફેન્સ ચિંતામાં આવી ગયા છે.

સલમાન ખાનનાં હાવભાવ જોઇને એવું લાગી રહ્યું છે કે, ડાન્સને કારણે સલમાનને ફરી દુખાવો થવા લાગ્યો. જો કે ઇજા અને દુખાવો થતો હોવા છતા સલમાન એની મસ્તીમાં મસ્ત જોવા મળ્યો. આમ, પરિવાર સાથે ડાન્સ કર્યો અને વિસર્જન આરતીમાં ભાગ લીધો. બાપ્પાની વિદાય કરતાં પહેલાં સલમાન ખાને કાનમાં પોતાની ઇચ્છા પણ વ્યક્ત કરી.

વિસર્જન સલમાન ખાનનાં જીજા અને એક્ટર આયુષ શર્માએ કર્યું. સલમાને આ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે કે, હેપ્પી ગણેશ ચતુર્થી. સલમાન ખાને ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન ઘરે જ કર્યું જેથી કરીને સમુદ્રનાં તટ પર ગંદકી ના થાય.

સલમાન ખાન ગણેશ ચતુર્થીની પૂજામાં ભાગ લેવા માટે અંબાણી પરિવારનાં ઘરે પહોંચ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર એક પૈપરાઝી દ્રારા શેર કરવામાં આવેલાં વીડિયોમાં સલમાન ખાન અને અનંત અંબાણી વાતચીત કરતાં જોવા મળ્યાં હતા. આ સમયે અનંતે સલમાનના ખભા પર હાથ મુક્યો હતો.

નોંધનીય છે કે, સલમાન ખાનને આગામી ફિલ્મ સિકંદરનાં શૂટિંગ દરમિયાન પાંસળીઓમાં ઇજા થઇ છે. બિગ બોસ 18નાં પ્રોમોનાં શૂટિંગ દરમિયાન પૈપરાઝી સાથે વાત કરતાં કહ્યું હતુ કે, બે પાંસળીઓ તૂટી છે, આરામથી. વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન લેટેસ્ટમાં આગામી ફિલ્મ સિકંદર પર કામ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં રશ્મિકા મંદાના પણ છે.