અભિનેત્રી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરે ખુશીનો માહોલ છે. દીપિકા અને રણવીર માતા-પિતા બન્યા છે. દીપિકાએ 8 સપ્ટેમ્બરે HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો.
આ સમાચાર સામે આવતા જ સ્ટાર્સના ચાહકોની ખુશીની કોઈ સીમા ન રહી. સોશિયલ મીડિયા પર તમામ લોકોએ અભિનંદન આપ્યા હતા.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી દીપિકા અને તેની પુત્રીને મળવા હોસ્પિટલ પહોંચ્યા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.