નાસ્તામાં બનાવી લો સ્વાદિષ્ટ ગુજરાતી હાંડવો, નોંધી લો સરળ રેસીપી

વહેલી સવારે નાસ્તામાં જ સ્વાદિષ્ટ ભોજન મળી જાય તો કેવી મજા પડી જાય નઈ? આજે અમે તમને નાસ્તા સ્વાદિષ્ટ ખોરાક હાંડવો બનાવવાની સરળ રેસીપી જણાવવા જઈ રહ્યા છે. જે મોટાભાગના લોકોની મનપસંદ ડીશ છે. હાંડવો સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જો તમે પણ પરિવાર સાથે હાંડવો ખાવાની મજા માણવા માંગતા હોવ તો નોંધી લો આ સરળ રેસીપી.

  • તૈયારીનો સમય – 15 મિનિટ
  • રસોઈનો સમય – 30 મિનિટ
  • કેટલા લોકો માટે – 5
  • કેલરી – 216

હાંડવો બનાવવા માટેની સામગ્રી

હાંડવો બનાવવા માટે, ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, ચોખા, છીણેલી દૂધી, છીણેલી ગાજર, છીણેલી કોબી, લીલા મરચાં, દહીં, લીલા ધાણા, લાલ મરચું, આદુ પેસ્ટ, હળદર, જીરું, કઢી પત્તા, હીંગ, સરસવ, તલ, ફ્રુટ સોલ્ટ, તેલ અને સ્વાદ મુજબ મીઠું.

હાંડવો બનાવવાની રીત

  • સૌપ્રથમ ચોખા, અડદની દાળ, ચણાની દાળ અને તુવેરની દાળ સાફ કરી લો.
  • તેને ઓછામાં ઓછા બે થી ત્રણ વખત પાણીથી સારી રીતે ધોઈ લો.
  • તે સારી રીતે સાફ થઈ ગયા બાદ તેને સ્વચ્છ વાસણમાં મૂકીને પલાળી દો.
  • તેને લગભગ 4 કલાક પલાળી રાખ્યા બાદ તેનું વધારાનું પાણી કાઢી લો અને બધું જ મિક્સર જારમાં નાખો.
  • હવે તેમાં દહીં ઉમેરીને બ્લેન્ડ કરીને સ્મૂધ અને જાડો પેસ્ટ તૈયાર કરો.
  • તૈયાર બેટરને એક મોટા બાઉલમાં નાખો.
  • બેટરને બાઉલમાં નાખ્યા પછી, તેને આખી રાત ઢાંકી દો જેથી આથો સારી રીતે ચઢી શકે.
  • હવે તેને બનાવવા માટે બેટરમાં લીલા મરચાં, લાલ મરચું પાવડર, હળદર, આદુની પેસ્ટ, ખાંડ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.